Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #211 Translated in Gujarati

وَمِنَ النَّاسِ مَنْ يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
અને કેટલાક લોકો એવા પણ છે કે અલ્લાહ તઆલાને રાજી કરવા માટે પોતાનો જીવ પણ વેચી નાખે છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર ઘણી જ કૃપા કરનાર છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ
ઇમાનવાળાઓ ! ઇસ્લામમાં પુરેપુરા દાખલ થઇ જાવ અને શેતાનના માર્ગનું અનુસરણ ના કરો તે તમારો ખુલ્લો શત્રુ છે
فَإِنْ زَلَلْتُمْ مِنْ بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
તમારી પાસે પુરાવા આવી જવા છતાં પણ લપસી જાવ તો જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે
هَلْ يَنْظُرُونَ إِلَّا أَنْ يَأْتِيَهُمُ اللَّهُ فِي ظُلَلٍ مِنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
શું લોકો તે વાતની રાહ જૂએ છે કે તેઓ પાસે પોતે અલ્લાહ તઆલા ધુમ્મસના છાયાઓમાં આવી જાય અને ફરિશ્તાઓ પણ અને કાર્યોના નિર્ણય કરે, અલ્લાહ તરફ જ દરેક કાર્યો પાછા ફેરવવામાં આવે છે
سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُمْ مِنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَنْ يُبَدِّلْ نِعْمَةَ اللَّهِ مِنْ بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ
ઇસ્રાઇલના સંતાનોને સવાલ કરો કે અમે તેઓને કેવી કેવી ખુલ્લી નિશાનીઓ આપી અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની નેઅમતો ને પોતાની પાસે પહોંચી ગયા પછી બદલી નાખે (તે જાણી લે) કે અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે

Choose other languages: