Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #37 Translated in Gujarati

وَلَمَّا أَنْ جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ
પછી જ્યારે અમારા સંદેશવાહક લૂત અ.સ. પાસે પહોંચ્યા તો, (લૂત અ.સ.) તેમનાથી નિરાશ થયા અને અંદર જ અંદર નિરાશ થવા લાગ્યા, સંદેશવાહકોએ કહ્યું કે તમે ન ડરો, ન તો નિરાશ થાવ, અમે તમને તમારા અનુયાયીઓ સાથે બચાવી લઇશું, પરંતુ તમારી પત્ની સિવાય, તે યાતના માટે બાકી રહેનારા લોકો માંથી હશે
إِنَّا مُنْزِلُونَ عَلَىٰ أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
અમે આ વસ્તીવાળાઓ પર આકાશ માંથી પ્રકોપ ઉતારીશું, એટલા માટે કે આ લોકો અવજ્ઞાકારી બની ગયા છે
وَلَقَدْ تَرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِقَوْمٍ يَعْقِلُونَ
જો કે અમે આ વસ્તીને સ્પષ્ટ શિખામણ માટે નિશાની બનાવી દઇશું, તે લોકો માટે જેઓ બુદ્ધિ ધરાવે છે
وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
અને “મદયન” તરફ અમે તેમના ભાઇ શુઐબ અ.સ.ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, કયામતના દિવસ પર વિશ્વાસ ધરાવો અને ધરતીમાં વિદ્રોહ ન ફેલાવો
فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
તો પણ તે લોકોએ તેમને જુઠલાવ્યા, છેવટે તેમને ધરતીકંપે (યાતના) પકડી લીધા. અને તેઓ પોતાના ઘરોમાં બેઠાબેઠા જ મૃત્યુ પામ્યા

Choose other languages: