Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #36 Translated in Gujarati

قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا نَحْنُ أَعْلَمُ بِمَنْ فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ
(ઇબ્રાહીમ અ.સ.એ) કહ્યું, આ લોકોમાં લૂત અ.સ. પણ છે, ફરિશ્તાઓએ કહ્યું અહીંયા જે પણ છે, અમે સારી રીતે જાણીએ છીએ, લૂત અ.સ. અને તેમના કુટુંબીજનોને અમે બચાવી લઇશું, તેમની પત્ની સિવાય, જો કે તે સ્ત્રી પાછળ રહી જનારા લોકો માંથી છે
وَلَمَّا أَنْ جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ
પછી જ્યારે અમારા સંદેશવાહક લૂત અ.સ. પાસે પહોંચ્યા તો, (લૂત અ.સ.) તેમનાથી નિરાશ થયા અને અંદર જ અંદર નિરાશ થવા લાગ્યા, સંદેશવાહકોએ કહ્યું કે તમે ન ડરો, ન તો નિરાશ થાવ, અમે તમને તમારા અનુયાયીઓ સાથે બચાવી લઇશું, પરંતુ તમારી પત્ની સિવાય, તે યાતના માટે બાકી રહેનારા લોકો માંથી હશે
إِنَّا مُنْزِلُونَ عَلَىٰ أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
અમે આ વસ્તીવાળાઓ પર આકાશ માંથી પ્રકોપ ઉતારીશું, એટલા માટે કે આ લોકો અવજ્ઞાકારી બની ગયા છે
وَلَقَدْ تَرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِقَوْمٍ يَعْقِلُونَ
જો કે અમે આ વસ્તીને સ્પષ્ટ શિખામણ માટે નિશાની બનાવી દઇશું, તે લોકો માટે જેઓ બુદ્ધિ ધરાવે છે
وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
અને “મદયન” તરફ અમે તેમના ભાઇ શુઐબ અ.સ.ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, કયામતના દિવસ પર વિશ્વાસ ધરાવો અને ધરતીમાં વિદ્રોહ ન ફેલાવો

Choose other languages: