Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #205 Translated in Gujarati

وَمِنْهُمْ مَنْ يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
અને કેટલાક લોકો તેવા પણ છે જે કહે છે કે હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખેરત (પરલોક) માં પણ ભલાઇ આપ અને અમને જહન્નમની યાતનાથી બચાવી લે
أُولَٰئِكَ لَهُمْ نَصِيبٌ مِمَّا كَسَبُوا ۚ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ
આ તે લોકો છે જેમના માટે તેઓના કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા નજીક માંજ હિસાબ લેવાવાળો છે
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ ۚ فَمَنْ تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَنْ تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ
અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના કેટલાક દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે કે ઝિલ્ હિજ્જહની૧૧,૧૨,૧૩, તારીખ) બે દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઇ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનોહ નથી, આ ડરવાવાળાઓ માટે છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે સૌ તેની જ તરફ ભેગા કરવામાં આવશો
وَمِنَ النَّاسِ مَنْ يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ
કેટલાક લોકોની દૂનિયાની વાતો તમને રાજી કરી દે છે અને તે પોતાના હૃદયની વાતો પર અલ્લાહને સાક્ષી ઠેરવે છે, જો કે તે કજિયાખોર છે
وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الْفَسَادَ
જ્યારે તે પાછો ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવવા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરતો રહે છે અને અલ્લાહ તઆલા અત્યાચારને પસંદ કરતો નથી

Choose other languages: