Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Ayahs #14 Translated in Gujarati

قُلْ أَرَأَيْتُمْ إِنْ كَانَ مِنْ عِنْدِ اللَّهِ وَكَفَرْتُمْ بِهِ وَشَهِدَ شَاهِدٌ مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
તમે કહી દો ! જો આ (કુરઆન) અલ્લાહ જ તરફથી હોય અને તમે તેને ન માનો, અને ઇસ્રાઇલના સંતાનો માંથી કોઇ એક વ્યક્તિ આના જેવા (ગ્રંથ) ની સાક્ષી આપી ચુકયો હોય અને તે ઇમાન પણ લાવી ચુકયો હોય અને તમે વિરોધ કરતા હોય તો પછી અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન આપતો નથી
وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا لَوْ كَانَ خَيْرًا مَا سَبَقُونَا إِلَيْهِ ۚ وَإِذْ لَمْ يَهْتَدُوا بِهِ فَسَيَقُولُونَ هَٰذَا إِفْكٌ قَدِيمٌ
અને ઇન્કારીઓએ ઇમાનવાળા વિશે કહ્યુ કે જો આ (ધર્મ) શ્રેષ્ઠ હોત તો આ લોકો અમારા કરતા પહેલા ન પામતા અને તેઓએ આ કુરઆનથી માર્ગદર્શન પ્રાપ્ત નથી કર્યુ, (તેથી) આ લોકો કહી દેશે કે જૂનું જૂઠ છે
وَمِنْ قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ وَهَٰذَا كِتَابٌ مُصَدِّقٌ لِسَانًا عَرَبِيًّا لِيُنْذِرَ الَّذِينَ ظَلَمُوا وَبُشْرَىٰ لِلْمُحْسِنِينَ
અને આ પહેલા મૂસાનો ગ્રંથ આગેવાન અને કૃપાળુ હતો અને આ ગ્રંથ અરબી ભાષામાં તેને સાચું ઠેરવનારૂં છે, જેથી અત્યાચારોને ચેતવણી આપે અને સદાચારી લોકોને ખુશખબર આપે
إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે પછી તેના પર અડગ રહ્યા તો તેઓ પર ન તો કોઇ ભય હશે અને ન તો તેઓ ઉદાસ હશે
أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ خَالِدِينَ فِيهَا جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ
આ તો જન્નતીઓ છે જે હંમેશા તેમા જ રહેશે, તે કર્મોના બદલામાં જેને તેઓ કરતા હતા

Choose other languages: