Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #162 Translated in Gujarati

بَلْ رَفَعَهُ اللَّهُ إِلَيْهِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
પરંતુ અલ્લાહ તઆલાએ તેમને પોતાની તરફ ઉઠાવી લીધાં, અને અલ્લાહ જબરદસ્ત અને હિકમતોવાળો છે
وَإِنْ مِنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا
કિતાબવાળાઓ માંથી એક પણ એવો નહીં રહે જે ઈસા (અ.સ.) ના મૃત્યુ પહેલા તેઓ પર ઈમાન નહીં લાવ્યો હોય અને કયામતના દિવસે તમે તેઓ પર સાક્ષી બનશો
فَبِظُلْمٍ مِنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِيلِ اللَّهِ كَثِيرًا
જે કિંમતી વસ્તુઓ તેઓ માટે હલાલ કરવામાં આવી હતી તે વસ્તુઓ અમે તેઓ માટે હરામ કરી દીધી તેઓના અત્યાચારના કારણે અને અલ્લાહ તઆલાના માર્ગથી ઘણા લોકોને રોકવાના કારણે
وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا
અને વ્યાજ, જેનાથી રોકવામાં આવ્યા હતા તે લેવાના કારણે અને લોકોનું ધન હડપ કરવાના કારણે અને તેઓમાં જે ઇન્કાર કરનારાઓ છે અમે તેઓના માટે દુ:ખદાયક યાતના તૈયાર કરી રાખી છે
لَٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا
પરંતુ તેઓ માંથી જે સંપૂર્ણ અને મજબૂત જ્ઞાનવાળાઓ છે અને ઈમાનવાળાઓ છે, જે તેના પર ઈમાન લાવે છે, જે તમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને જે તમારાથી પહેલા અવતરિત કરવામાં આવ્યું અને નમાઝ કાયમ કરનારા અને ઝકાત આપનારા અને અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન લાવવાવાળા, આ લોકો છે, જેમને અમે ખૂબ જ મોટું ફળ આપીશું

Choose other languages: