Quran Apps in many lanuages:

Surah Al-Mumtahana Ayahs #11 Translated in Gujarati

عَسَى اللَّهُ أَنْ يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُمْ مِنْهُمْ مَوَدَّةً ۚ وَاللَّهُ قَدِيرٌ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
શક્ય છે કે નજીકમાં જ અલ્લાહ તઆલા તમને અને તમારા દુશ્મનોમાં પ્રેમ નાખી દે, અલ્લાહને દરેક શક્તિ છે અને અલ્લાહ (મોટો) ક્ષમા કરનાર અને દયાળુ છે
لَا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُمْ مِنْ دِيَارِكُمْ أَنْ تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
જે લોકોએ તમારાથી દિન વિશે લડાઇ ન કરી અને તમને દેશનિકાલ ન કર્યા તેમની સાથે સદવર્તન અને ન્યાય કરવાથી અલ્લાહ તમને નથી રોકતો, પરંતુ અલ્લાહ તો ન્યાય કરવાવાળાથી મોહબ્બત કરે છે
إِنَّمَا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ قَاتَلُوكُمْ فِي الدِّينِ وَأَخْرَجُوكُمْ مِنْ دِيَارِكُمْ وَظَاهَرُوا عَلَىٰ إِخْرَاجِكُمْ أَنْ تَوَلَّوْهُمْ ۚ وَمَنْ يَتَوَلَّهُمْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે જેમણે તમારી સાથે દિન બાબતે યુધ્ધો કર્યા અને તમને દેશનિકાલ કરી દીધા અને દેશનિકાલ કરવાવાળાઓની મદદ કરી જે લોકો આવા ઇન્કારીઓ સાથે મિત્રતા રાખે છે તે (ખરેખર) અત્યાચારી છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُمْ مَا أَنْفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَنْ تَنْكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنْفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنْفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની પરીક્ષા લો, કારણકે તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો તો અલ્લાહ જ છે, પરંતુ જો તમને ઇમાનવાળી લાગે તો હવે તમે તેણીઓને ઇન્કારીઓ પાસે પાછા ન મોકલો, આ તેઓ માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને જે ખર્ચ થયો હોય તે તેમને આપી દો, તે સ્ત્રીઓને તેમની મહેર આપી તેમની સાથે લગ્ન કરવામાં કોઇ પાપ નથી અને ઇન્કારી સ્ત્રીઓને લગ્ન માટે રોકી ન રાખો અને જે કંઇ તમે ખર્ચ કર્યો હોય, માંગી લો અને જે કંઇ તે ઇન્કારીઓ ખર્ચ કર્યો હોય તે પણ માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે જે તમારા વચ્ચે કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે
وَإِنْ فَاتَكُمْ شَيْءٌ مِنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُمْ مِثْلَ مَا أَنْفَقُوا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنْتُمْ بِهِ مُؤْمِنُونَ
અને જો તમારી કોઇ પત્ની તમારી પાસેથી ઇન્કારીઓ પાસે જતી રહે, પછી તમને જો બદલો લેવા માટે સમય મળે તો જેમની પત્નીઓ જતી રહી છે તેમને તેમનો ખર્ચ આપી દો અને તે અલ્લાહ તઆલાથી ડરતા રહો જેના પર તમે ઇમાન રાખો છો

Choose other languages: