Quran Apps in many lanuages:

Surah Al-Mumtahana Ayahs #13 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُمْ مَا أَنْفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَنْ تَنْكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنْفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنْفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
હે ઇમાનવાળાઓ ! જ્યારે તમારી પાસે ઇમાનવાળી સ્ત્રીઓ હિજરત કરીને આવે તો તમે તેમની પરીક્ષા લો, કારણકે તેમના ઇમાનને ખૂબ સારી રીતે જાણવાવાળો તો અલ્લાહ જ છે, પરંતુ જો તમને ઇમાનવાળી લાગે તો હવે તમે તેણીઓને ઇન્કારીઓ પાસે પાછા ન મોકલો, આ તેઓ માટે હલાલ નથી અને ન તેઓ તેણીઓ માટે હલાલ છે અને જે ખર્ચ થયો હોય તે તેમને આપી દો, તે સ્ત્રીઓને તેમની મહેર આપી તેમની સાથે લગ્ન કરવામાં કોઇ પાપ નથી અને ઇન્કારી સ્ત્રીઓને લગ્ન માટે રોકી ન રાખો અને જે કંઇ તમે ખર્ચ કર્યો હોય, માંગી લો અને જે કંઇ તે ઇન્કારીઓ ખર્ચ કર્યો હોય તે પણ માંગી લે, આ અલ્લાહ નો આદેશ છે જે તમારા વચ્ચે કરી રહ્યો છે, અલ્લાહ તઆલા બધુ જાણાનાર (અને) હિકમતવાળો છે
وَإِنْ فَاتَكُمْ شَيْءٌ مِنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُمْ مِثْلَ مَا أَنْفَقُوا ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنْتُمْ بِهِ مُؤْمِنُونَ
અને જો તમારી કોઇ પત્ની તમારી પાસેથી ઇન્કારીઓ પાસે જતી રહે, પછી તમને જો બદલો લેવા માટે સમય મળે તો જેમની પત્નીઓ જતી રહી છે તેમને તેમનો ખર્ચ આપી દો અને તે અલ્લાહ તઆલાથી ડરતા રહો જેના પર તમે ઇમાન રાખો છો
يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَنْ لَا يُشْرِكْنَ بِاللَّهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
હે પયગંબર ! જ્યારે મુસલમાન સ્ત્રીઓ તમારી પાસે તે વાતો વિશે પ્રતિજ્ઞા કરે કે તેઓ અલ્લાહ સાથે કોઇને ભાગીદારા નહીં ઠેરવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની સંતાનોને કત્લ નહીં કરે અને કોઇ એવો આરોપ નહીં મુકે જે પોતાના હાથો અને પગો સામે ઘડેલો હોય અને કોઇ સદકાર્યમાં તમારી અવજ્ઞા નહીં કરે તો તમે એમનાથી પ્રતિજ્ઞા લઇ લો અને તેમના માટે અલ્લાહથી ક્ષમા માંગો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનારવાળો અને દયાળુ છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوا مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ
હે મુસ્લ્માનો ! એવી કોમ સાથે મિત્રતા ન કરો જેના પર અલ્લાહનો પ્રકોપ આવી ચુકયો છે. જે આખિરતથી એવી રીતે નિરાશ થઇ ચુકયા છે જેવું કે (મૃત) કબરવાળાઓથી ઇન્કારીયો નિરાશ છે

Choose other languages: