Quran Apps in many lanuages:

Surah Al-Mumtahana Ayahs #4 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِمْ بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُمْ مِنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَنْ تُؤْمِنُوا بِاللَّهِ رَبِّكُمْ إِنْ كُنْتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِمْ بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنْتُمْ ۚ وَمَنْ يَفْعَلْهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
હે ઇમાનવાળાઓ ! મારા અને (તમારા) પોતાના દુશ્મનોને પોતાના મિત્ર ન બનાવો, તમે તો મિત્રતાથી તેમને સંદેશો મોકલાવો છો, અને તેઓ તે સત્ય વાતને જુઠલાવે છે જે તમારી પાસે આવી ગઇ છે, પયગંબર અને તમને પોતાને પણ ફકત એટલા માટે જ દેશનિકાલ કરે છે કે તમે પોતાના પાલનહાર પર ઇમાન ધરાવો છો, જો તમે મારા માર્ગમાં જેહાદ અને મારી પ્રસન્નતા માટે નીકળો છો (તો તેઓ સાથે મિત્રતા ન રાખો) તમે તેઓને છૂપી છૂપીને મોહબ્બતનો સંદેશો મોકલાવો છો અને હું ખૂબ જ જાણુ છું જે તમે છુપાવ્યું અને તે પણ જે તમે ખુલ્લુ કર્યું, તમારામાંથી જે કોઇ આવું કાર્ય કરશે તે ખરેખર સત્ય માર્ગથી ભટકી જશે
إِنْ يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُمْ بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ
જો તેઓ તમારા ઉપર કાબુ મેળવી લે તો તેઓ તમારા (ખુલ્લા) શત્રુ થઇ જશે અને બુરાઇ સાથે તમને પોતાના હાથો અને જબાન વડે તકલીફ આપશે અને (દિલથી) ઇચ્છશે કે તમે પણ ઇન્કાર કરવા લાગો
لَنْ تَنْفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
તમારા સગા-સબંધીઓ અને સંતાનો તમને કયામતના દિવસને કામ નહીં આવે, તે (અલ્લાહ તઆલા) તમારી વચ્ચે ફેંસલો કરી દેશે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જોઇ રહ્યો છે
قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنْكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّهِ مِنْ شَيْءٍ ۖ رَبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
(મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમથી ખુલ્લુ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન અલિપ્ત છીએ, અમે તમારા (શ્રધ્ધાઓના) ઇન્કારી છે, જ્યાં સુધી તમે એકેશ્ર્વરવાદ પર ઇમાન ન લાવો, અમારા અને તમારામાં હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, પરંતુ ઇબ્રાહીમની એટલી વાતતો પોતાના પિતા સાથે થઇ હતી કે હું તમારા માટે જરૂર માફી માંગીશ અને તમારા માટે અલ્લાહ સામે મને કોઇ પણ વસ્તુનો કંઇ અધિકાર નથી. હે અમારા પાલનહાર તારા પર જ અમે ભરોસો કર્યો અને અમે તારી જ તરફ પ્રત્યાગમન કરીએ છીએ અને તારી જ તરફ પાછા ફરવાનું છે

Choose other languages: