Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #87 Translated in Gujarati

وَإِذَا سَمِعُوا مَا أُنْزِلَ إِلَى الرَّسُولِ تَرَىٰ أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ ۖ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
અને જ્યારે તે પયગંબર તરફ અવતરિત કરવામાં આવેલ (વાણી) ને સાંભળે છે તો તમે તેઓની આંખોને આંસુથી ભરેલી જૂઓ છો, એટલા માટે કે તેઓએ સત્યને પારખી લીધું, તેઓ કહે છે કે હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવ્યા, બસ ! તું અમને પણ તે લોકોની સાથે કરી દે જેઓ ઈમાનવાળા છે
وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللَّهِ وَمَا جَاءَنَا مِنَ الْحَقِّ وَنَطْمَعُ أَنْ يُدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصَّالِحِينَ
અને અમારી પાસે એવું કયું કારણ છે કે અમે અલ્લાહ પર અને જે સત્ય અમારા સુધી પહોંચ્યું છે, તેના પર ઈમાન ન લાવીએ ? અને અમે તે વાતની આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમને સદાચારી લોકોના મિત્ર બનાવી દેશે
فَأَثَابَهُمُ اللَّهُ بِمَا قَالُوا جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
તેઓને અલ્લાહ તઆલા આ વાતના કારણે એવા બગીચાઓ આપશે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે અને સદાચારી લોકોનું આ જ વળતર છે
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જુઠલાવતા રહ્યા, તે લોકો જહન્નમી છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُحَرِّمُوا طَيِّبَاتِ مَا أَحَلَّ اللَّهُ لَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે પવિત્ર વસ્તુઓ તમારા માટે હલાલ કરી છે તેને હરામ ન કરો અને હદવટાવી ન નાખો, નિ:શંક અલ્લાહ તઆલા હદવટાવી જનારાઓને પસંદ નથી કરતો

Choose other languages: