Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #58 Translated in Gujarati

وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنْفُسَكُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنْفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ عِنْدَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ ! વાછરડાને પૂજ્ય બનાવી તમે પોતાના જીવો પર અત્યાચાર કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર તરફ પાછા ફરો, પોતાને અંદર અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ માંજ તમારી ઉત્તમતા છે, તો તેણે (અલ્લાહ) તમારી તૌબા કબુલ કરી, તે તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે
وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَنْ نُؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنْتُمْ تَنْظُرُونَ
અને (તમે તેને પણ યાદ કરો) તમે મૂસા (અ.સ.) ને કહ્યું હતું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ, કદાપિ ઇમાન લાવીએ (જેની સઝા રૂપે) તમારા જોતા જ તમારા પર વિજળી પડી
ثُمَّ بَعَثْنَاكُمْ مِنْ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
પરંતુ ફરી એટલા માટે કે તમે આભારી બનો તે મૃત્યુ પછી પણ અમે તમને જીવિત કરી દીધા
وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنْزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
અને અમે તમારા પર વાદળ નો છાયો કર્યો અને તમારા પર મન- સલવા (જન્નતી ભોજન) ઉતાર્યું, (અને કહી દીધું) કે અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ અને તેઓએ અમારા ઉપર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરી રહ્યા હતા
وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ
અને અમે તમને કહ્યું કે તે વસ્તીમાં જાઓ અને જે કંઇ જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો અને દરવાજા માં સિજદો કરતા પસાર થાઓ અને જબાન થી હિત્તતુન્ (અમારા પાપોને માફ કરી દેં) કહો, અમે તમારા પાપોને માફ કરી દઇશું અને સદકાર્ય કરવાવાળાને વધુ આપીશું

Choose other languages: