Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #57 Translated in Gujarati

وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ
અને અમે મૂસા (અ.સ.) ને તમારા માર્ગદર્શન માટે કિતાબ અને મુઅજિઝહ (ચમત્કાર) અર્પણ કર્યા
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنْفُسَكُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنْفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ عِنْدَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ ! વાછરડાને પૂજ્ય બનાવી તમે પોતાના જીવો પર અત્યાચાર કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર તરફ પાછા ફરો, પોતાને અંદર અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ માંજ તમારી ઉત્તમતા છે, તો તેણે (અલ્લાહ) તમારી તૌબા કબુલ કરી, તે તૌબા કબુલ કરનાર અને દયા કરનાર છે
وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَنْ نُؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنْتُمْ تَنْظُرُونَ
અને (તમે તેને પણ યાદ કરો) તમે મૂસા (અ.સ.) ને કહ્યું હતું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ, કદાપિ ઇમાન લાવીએ (જેની સઝા રૂપે) તમારા જોતા જ તમારા પર વિજળી પડી
ثُمَّ بَعَثْنَاكُمْ مِنْ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
પરંતુ ફરી એટલા માટે કે તમે આભારી બનો તે મૃત્યુ પછી પણ અમે તમને જીવિત કરી દીધા
وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنْزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
અને અમે તમારા પર વાદળ નો છાયો કર્યો અને તમારા પર મન- સલવા (જન્નતી ભોજન) ઉતાર્યું, (અને કહી દીધું) કે અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ અને તેઓએ અમારા ઉપર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરી રહ્યા હતા

Choose other languages: