Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #108 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انْظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ
હે ઇમાનવાળાઓ તમે પયગંબર (સ.અ.વ.) ને ઙ્કરાઇનાઙ્ખ (મૂર્ખ) ન કહો, પરંતુ ઉન્-ઝુર્ના (અમારી તરફ જૂઓ) કહો, અને સાંભળતા રહો અને ઇન્કારીઓ માટે દુંખદાયી યાતના છે
مَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَنْ يُنَزَّلَ عَلَيْكُمْ مِنْ خَيْرٍ مِنْ رَبِّكُمْ ۗ وَاللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
ન તો કિતાબવાળાના ઇન્કારીમાંથી અને ન તો મુશરિક લોકો ઇચ્છે છે કે તમારા પર તમારા પાલનહારની કોઇ કૃપા ઉતરે (તેઓના આ કપટથી શું થયું) અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની ખાસ દયા આપે છે, અલ્લાહ તઆલા ઘણી જ કૃપાઓવાળો છે
مَا نَنْسَخْ مِنْ آيَةٍ أَوْ نُنْسِهَا نَأْتِ بِخَيْرٍ مِنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
જે આયતને અમે રદ કરી દઇએ અથવા તો ભુલાવી દઇએ, તેનાથી ઉત્તમ અથવા તો તેના જેવી જ બીજી લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવનાર છે
أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُمْ مِنْ دُونِ اللَّهِ مِنْ وَلِيٍّ وَلَا نَصِيرٍ
શું તને જ્ઞાન નથી કે ધરતી અને આકાશનું સામ્રાજ્ય અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય તમારો કોઇ દોસ્ત અને મદદ કરનાર નથી
أَمْ تُرِيدُونَ أَنْ تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِنْ قَبْلُ ۗ وَمَنْ يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ
શું તમે પોતાના પયગંબરને આ જ પુછવા ઇચ્છો છો જે તેના પહેલા મૂસા (અ.સ.) ને પુછવામાં આવ્યું હતું, સાંભળો ! ઇમાનને ઇન્કારથી બદલનારા સત્ય માર્ગ થી ભટકી જાય છે

Choose other languages: