Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #109 Translated in Gujarati

وَكَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ وَلِيَقُولُوا دَرَسْتَ وَلِنُبَيِّنَهُ لِقَوْمٍ يَعْلَمُونَ
અને અમે આવી રીતે પૂરાવાને અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, જેથી આ લોકો એવું કહે કે તમે કોઇની પાસેથી શીખી લીધું છે અને જેથી અમે બુદ્ધિશાળી લોકો માટે ખૂબ જ જાહેર કરી દઇએ
اتَّبِعْ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ رَبِّكَ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
તમે પોતે આ માર્ગ પર ચાલતા રહો જેની વહી તમારા પાલનહાર તરફથી તમારી પાસે આવી છે, અલ્લાહ તઆલા સિવાય કોઇ પૂજ્ય નથી અને મુશરિકોની પાછળ ન પડશો
وَلَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنْتَ عَلَيْهِمْ بِوَكِيلٍ
અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો શિર્ક ન કરતા, અને અમે તમને તેઓ માટે નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તો તમે તેમના પર અધિકાર ધરાવો છો
وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِنْ دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ مَرْجِعُهُمْ فَيُنَبِّئُهُمْ بِمَا كَانُوا يَعْمَلُونَ
અને અપશબ્દો ન બોલો તેને, જેઓને આ લોકો અલ્લાહને છોડીને પૂજા કરે છે, કારણ કે ફરી તે લોકો અણસમજ ના કારણે, હદ વટાવી અલ્લાહ તઆલાની શાનમાં અપશબ્દો કહેશે, અમે આવી જ રીતે દરેક જૂથોના કાર્યો મોહક બનાવી દીધા છે, પછી પોતાના પાલનહાર પાસે જ તેઓને પાછા ફરવાનું છે, તો તે (અલ્લાહ) તેઓને બતાવી દેશે જે કંઈ પણ તેઓ કરતા હતા
وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ جَاءَتْهُمْ آيَةٌ لَيُؤْمِنُنَّ بِهَا ۚ قُلْ إِنَّمَا الْآيَاتُ عِنْدَ اللَّهِ ۖ وَمَا يُشْعِرُكُمْ أَنَّهَا إِذَا جَاءَتْ لَا يُؤْمِنُونَ
અને તે લોકોએ સોગંદોમાં, ઘણો ભાર લગાવી અલ્લાહ તઆલાની સોગંદ ખાધી કે જો તેઓની પાસે કોઇ નિશાની આવી જાય, તો તે ખરેખર તેના પર ઈમાન લઇ આવશે, તમે કહી દો કે દરેક નિશાની અલ્લાહની પકડમાં છે અને તમને તેની શી ખબર કે તે નિશાની જે સમયે આવી પહોંચશે, આ લોકો તો પણ ઈમાન નહીં લાવે

Choose other languages: