Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #69 Translated in Gujarati

وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ
જો તમે તેમને સવાલ કરશો તો સ્પષ્ટ કહી દેશે કે અમે તો એમજ અંદરોઅંદર હંસીમજાક કરી રહ્યા હતા, કહી દો કે શું અલ્લાહ, તેની આયતો અને તેનો પયગંબર જ તમારા ઠઠ્ઠા મશ્કરી માટે રહી ગયા છે
لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ ۚ إِنْ نَعْفُ عَنْ طَائِفَةٍ مِنْكُمْ نُعَذِّبْ طَائِفَةً بِأَنَّهُمْ كَانُوا مُجْرِمِينَ
તમે બહાનું ન બનાવો, ખરેખર તમે ઈમાન લાવ્યા પછી ઇન્કાર કરનારા થઇ ગયા, જો અમે તમારા માંથી થોડાંક લોકોને માફ પણ કરી દઇએ, તો કેટલાક લોકોને તેઓના અપરાધના કારણે સખત સજા પણ આપીશું
الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُمْ مِنْ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمُنْكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا اللَّهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ
દરેક ઢોંગી પુરુષ અને સ્ત્રી એક સરખાં છે, આ લોકો ખરાબ વાતોનો આદેશ આપે છે અને સારી વાતોથી રોકે છે અને પોતાની મુઠ્ઠી બંધ રાખે છે, આ લોકો અલ્લાહને ભૂલી ગયા, અલ્લાહ તેમને ભૂલી ગયો, નિ:શંક ઢોંગીઓ વિદ્રોહી છે
وَعَدَ اللَّهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ هِيَ حَسْبُهُمْ ۚ وَلَعَنَهُمُ اللَّهُ ۖ وَلَهُمْ عَذَابٌ مُقِيمٌ
અલ્લાહ તઆલા તે ઢોંગી પુરુષ અને સ્ત્રીઓ અને ઇન્કાર કરનારાઓને જહન્નમની આગનું વચન આપી ચૂક્યો છે, જ્યાં તેઓ હંમેશા રહેશે, તે જ તેમને પૂરતો છે, તેમના પર અલ્લાહની ફિટકાર છે અને તેમના માટે જ હંમેશા રહેનારી યાતના છે
كَالَّذِينَ مِنْ قَبْلِكُمْ كَانُوا أَشَدَّ مِنْكُمْ قُوَّةً وَأَكْثَرَ أَمْوَالًا وَأَوْلَادًا فَاسْتَمْتَعُوا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِي خَاضُوا ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
તે લોકોની જેમ, જેઓ તમારાથી પહેલા હતા, તમારા કરતા તેઓ વધારે શક્તિમાન હતા અને વધુ સંતાનવાળા અને ધનવાન હતા, બસ ! તે લોકો દીનને ભૂલી ગયા, પછી તમે પણ ભૂલી ગયા, જેવી રીતે તમારા પહેલાના લોકોએ પોતાના ભાગ માંથી ફાયદો ઉઠાવ્યો અને તમે પણ એવી જ રીતે મજાકભર્યો વાર્તા લાપ કર્યો જેવો કે તેઓએ કર્યો હતો, તેમના કાર્યો દુનિયા અને આખેરતમાં વ્યર્થ થઇ ગયા, આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે

Choose other languages: