Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #116 Translated in Gujarati

وَمَنْ يَكْسِبْ خَطِيئَةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِ بَرِيئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَإِثْمًا مُبِينًا
અને જે વ્યક્તિ કોઇ પાપ અથવા ભૂલ કરી કોઇ નિર્દોષના માથે આક્ષેપ મૂકે તો તેણે ખૂબ જ મોટો આરોપ લગાવ્યો અને ખુલ્લું પાપ કર્યુ
وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّتْ طَائِفَةٌ مِنْهُمْ أَنْ يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنْفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِنْ شَيْءٍ ۚ وَأَنْزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُنْ تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا
જો અલ્લાહ તઆલાની કૃપા અને દયા તારા પર ન હોત તો તેઓના એક જૂથે તો તમને ભ્રમમાં નાખી દેવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ ખરેખર આ લોકો પોતાને જ પથભ્રષ્ટ કરે છે, આ તમારું કંઈ જ બગાડી શકતા નથી, અલ્લાહ તઆલાએ તમારા પર કિતાબ અને હિકમત અવતરિત કરી અને તમને તે શિખવાડ્યું છે જેને તમે જાણતા ન હતા અને અલ્લાહ તઆલાની તમારા પર ઘણી જ મોટી કૃપા છે
لَا خَيْرَ فِي كَثِيرٍ مِنْ نَجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ ۚ وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
તેઓના વધારે પડતા ગુપ્ત સૂચનોમાં કોઇ ભલાઇ નથી, હાં ભલાઇ તેઓના સલાહસૂચનોમાં છે જેઓ દાન કરવામાં અથવા સત્કાર્યમાં તથા લોકોમાં મેળાપ કરવાનો આદેશ આપે, અને જે વ્યક્તિ ફકત અલ્લાહ તઆલાની પ્રસન્નતા ઇચ્છતા આ કાર્ય કરે તેને અમે ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં ફળ આપીશું
وَمَنْ يُشَاقِقِ الرَّسُولَ مِنْ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
જે વ્યક્તિ સત્યમાર્ગ પામ્યા પછી પણ પયગંબરનો વિરોધ કરે અને દરેક ઈમાનવાળાઓનો માર્ગ છોડીને ચાલે, અમે તેને ત્યાં જ ફેરવી દઇશું જ્યાં તે પોતે ફરે અને જહન્નમમાં નાખી દઇશું, તે ઘણું જ ખરાબ ઠેકાણું છે
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَنْ يَشَاءُ ۚ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
તેને અલ્લાહ તઆલા ક્યારેય માફ નહીં કરે જેણે તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવ્યો, હાં આ પાપ સિવાય જે પાપ તે ઇચ્છશે, માફ કરી દેશે અને અલ્લાહની સાથે ભાગીદાર ઠેરવનાર ઘણીજ દૂરની પથભ્રષ્ટતામાં જતો રહે છે

Choose other languages: