Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #44 Translated in Gujarati

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَنْ يَشَاءُ وَيَغْفِرُ لِمَنْ يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
શું તમને ખબર નથી કે અલ્લાહ તઆલા માટે જ ધરતી અને આકાશનું સામ્રાજ્ય છે, જેને ઇચ્છે સજા આપે અને જેને ઇચ્છે તેને માફ કરી દે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنْكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الَّذِينَ قَالُوا آمَنَّا بِأَفْوَاهِهِمْ وَلَمْ تُؤْمِنْ قُلُوبُهُمْ ۛ وَمِنَ الَّذِينَ هَادُوا ۛ سَمَّاعُونَ لِلْكَذِبِ سَمَّاعُونَ لِقَوْمٍ آخَرِينَ لَمْ يَأْتُوكَ ۖ يُحَرِّفُونَ الْكَلِمَ مِنْ بَعْدِ مَوَاضِعِهِ ۖ يَقُولُونَ إِنْ أُوتِيتُمْ هَٰذَا فَخُذُوهُ وَإِنْ لَمْ تُؤْتَوْهُ فَاحْذَرُوا ۚ وَمَنْ يُرِدِ اللَّهُ فِتْنَتَهُ فَلَنْ تَمْلِكَ لَهُ مِنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ الَّذِينَ لَمْ يُرِدِ اللَّهُ أَنْ يُطَهِّرَ قُلُوبَهُمْ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
હે પયગંબર ! તમે તે લોકોની પાછળ શોકમગ્ન ન બનો, જે ઇન્કાર કરવામાં આગળ વધી ગયા છે, ભલેને તેઓ તે (ઢોંગીઓ) માંથી હોય, જે જબાનથી ઈમાનનો દાવો કરે છે, પરંતુ ખરેખર તેઓના હૃદય ઈમાનવાળા નથી અને યહૂદીઓ માંથી કેટલાક લોકો એવા છે જે જુઠી વાતોને સાંભળવા ટેવાયેલા છે અને તે લોકોના જાસુસ છે જે હજુ સુધી તમારી પાસે નથી આવ્યા, તેઓ કલેમા (અલ્લાહની વાણી) ના નક્કી કરેલ અર્થને છોડી તેના અર્થને બદલી નાખે છે, કહે છે કે જો તમને આ જ આદેશ આપવામાં આવે તો કબૂલ કરી લેવું અને જો આ પ્રમાણે આદેશ ન આપે તો અળગા રહેજો અને જેનું ખરાબ અલ્લાહ તઆલા ઇચ્છતો હોય તમે તેમના માટે અલ્લાહની ઇચ્છા માંથી કોઇ વસ્તુનો અધિકાર રાખતા નથી, અલ્લાહ તઆલાની ઇચ્છા તેઓના હૃદયોને પવિત્ર કરવાની નથી, તેઓ માટે દુનિયામાં પણ મોટું અપમાન છે અને આખેરતમાં પણ તેઓ માટે ઘણી જ સખત યાતના છે
سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِنْ جَاءُوكَ فَاحْكُمْ بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُمْ بَيْنَهُمْ بِالْقِسْطِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
આ લોકો કાન લગાવી જુઠ સાંભળનાર અને પેટભરીને હરામ ખાવાવાળા છે, જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે, ઇચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો, જો તેઓથી મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા અને જો તમે ન્યાય કરો તો તેઓ માં ન્યાય સાથે ફેંસલો કરો, નિ:શંક ન્યાય કરનારા સાથે અલ્લાહ મુહબ્બત રાખે છે
وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِنْدَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِنْ بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
(આશ્ચર્યની વાત છે કે) તેઓ પાસે તૌરાત હોવા છતાં, જેમાં અલ્લાહના આદેશો છે, કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે, ત્યાર પછી પણ ફરી જાય છે, ખરેખર આ લોકો ઈમાનવાળા નથી
إِنَّا أَنْزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِنْ كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
અમે તૌરાત અવતરિત કરી છે જેમાં સત્ય માર્ગદર્શન અને પ્રકાશ છે, યહૂદીઓમાં આ જ તૌરાત વડે અલ્લાહ તઆલાને માનવાવાળા પયગંબરો અને અલ્લાહવાળા લોકો અને જ્ઞાનીઓ ફેંસલો કરતા હતા, કારણ કે તેઓને અલ્લાહની તે કિતાબની સુરક્ષાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તે લોકો તેના માટે વચન આપી ચૂકયા હતા, હવે તમારા પર જરૂરી છે કે લોકોથી ન ડરો અને ફકત મારાથી જ ડરો, મારી આયતોને નજીવી કિંમતે ન વેચો, જે લોકો અલ્લાહએ અવતરિત કરેલી વહી દ્વારા ફેંસલો ન કરે તે ઇન્કાર કરનારાઓ છે

Choose other languages: