Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #46 Translated in Gujarati

سَمَّاعُونَ لِلْكَذِبِ أَكَّالُونَ لِلسُّحْتِ ۚ فَإِنْ جَاءُوكَ فَاحْكُمْ بَيْنَهُمْ أَوْ أَعْرِضْ عَنْهُمْ ۖ وَإِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ يَضُرُّوكَ شَيْئًا ۖ وَإِنْ حَكَمْتَ فَاحْكُمْ بَيْنَهُمْ بِالْقِسْطِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
આ લોકો કાન લગાવી જુઠ સાંભળનાર અને પેટભરીને હરામ ખાવાવાળા છે, જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે, ઇચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો, જો તેઓથી મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા અને જો તમે ન્યાય કરો તો તેઓ માં ન્યાય સાથે ફેંસલો કરો, નિ:શંક ન્યાય કરનારા સાથે અલ્લાહ મુહબ્બત રાખે છે
وَكَيْفَ يُحَكِّمُونَكَ وَعِنْدَهُمُ التَّوْرَاةُ فِيهَا حُكْمُ اللَّهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِنْ بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ
(આશ્ચર્યની વાત છે કે) તેઓ પાસે તૌરાત હોવા છતાં, જેમાં અલ્લાહના આદેશો છે, કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે, ત્યાર પછી પણ ફરી જાય છે, ખરેખર આ લોકો ઈમાનવાળા નથી
إِنَّا أَنْزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِنْ كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
અમે તૌરાત અવતરિત કરી છે જેમાં સત્ય માર્ગદર્શન અને પ્રકાશ છે, યહૂદીઓમાં આ જ તૌરાત વડે અલ્લાહ તઆલાને માનવાવાળા પયગંબરો અને અલ્લાહવાળા લોકો અને જ્ઞાનીઓ ફેંસલો કરતા હતા, કારણ કે તેઓને અલ્લાહની તે કિતાબની સુરક્ષાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તે લોકો તેના માટે વચન આપી ચૂકયા હતા, હવે તમારા પર જરૂરી છે કે લોકોથી ન ડરો અને ફકત મારાથી જ ડરો, મારી આયતોને નજીવી કિંમતે ન વેચો, જે લોકો અલ્લાહએ અવતરિત કરેલી વહી દ્વારા ફેંસલો ન કરે તે ઇન્કાર કરનારાઓ છે
وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنْفَ بِالْأَنْفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَنْ تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَهُ ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
અને અમે યહૂદીઓના શિરે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ અને આંખના બદલામાં આંખ અને નાકના બદલામાં નાક અને કાનના બદલામાં કાન અને દાંતના બદલામાં દાંત અને ખાસ ઇજાઓનો બદલો પણ છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો, તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે. અને જે લોકો અલ્લાહએ અવતરિત કરેલ મુજબ આદેશ ન કરે તે જ લોકો અત્યાચારી છે
وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِمْ بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنْجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ
અને અમે તેમની પાછળ મરયમના પુત્ર ઈસા (અ.સ.) ને મોકલ્યા, જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઈંજીલ આપી, જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે (ઈંજીલ) પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને તે સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું, ડરવાવાળાઓ માટે

Choose other languages: