Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #48 Translated in Gujarati

إِنَّا أَنْزَلْنَا التَّوْرَاةَ فِيهَا هُدًى وَنُورٌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّونَ الَّذِينَ أَسْلَمُوا لِلَّذِينَ هَادُوا وَالرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ بِمَا اسْتُحْفِظُوا مِنْ كِتَابِ اللَّهِ وَكَانُوا عَلَيْهِ شُهَدَاءَ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْكَافِرُونَ
અમે તૌરાત અવતરિત કરી છે જેમાં સત્ય માર્ગદર્શન અને પ્રકાશ છે, યહૂદીઓમાં આ જ તૌરાત વડે અલ્લાહ તઆલાને માનવાવાળા પયગંબરો અને અલ્લાહવાળા લોકો અને જ્ઞાનીઓ ફેંસલો કરતા હતા, કારણ કે તેઓને અલ્લાહની તે કિતાબની સુરક્ષાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તે લોકો તેના માટે વચન આપી ચૂકયા હતા, હવે તમારા પર જરૂરી છે કે લોકોથી ન ડરો અને ફકત મારાથી જ ડરો, મારી આયતોને નજીવી કિંમતે ન વેચો, જે લોકો અલ્લાહએ અવતરિત કરેલી વહી દ્વારા ફેંસલો ન કરે તે ઇન્કાર કરનારાઓ છે
وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنْفَ بِالْأَنْفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَنْ تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَهُ ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
અને અમે યહૂદીઓના શિરે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ અને આંખના બદલામાં આંખ અને નાકના બદલામાં નાક અને કાનના બદલામાં કાન અને દાંતના બદલામાં દાંત અને ખાસ ઇજાઓનો બદલો પણ છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો, તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે. અને જે લોકો અલ્લાહએ અવતરિત કરેલ મુજબ આદેશ ન કરે તે જ લોકો અત્યાચારી છે
وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِمْ بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنْجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ
અને અમે તેમની પાછળ મરયમના પુત્ર ઈસા (અ.સ.) ને મોકલ્યા, જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઈંજીલ આપી, જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે (ઈંજીલ) પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને તે સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું, ડરવાવાળાઓ માટે
وَلْيَحْكُمْ أَهْلُ الْإِنْجِيلِ بِمَا أَنْزَلَ اللَّهُ فِيهِ ۚ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
અને ઈંજીલ વાળાઓ માટે પણ જરૂરી છે કે અલ્લાહ તઆલાએ જે કંઈ ઈંજીલમાં અવતરિત કર્યુ છે, તે જ પ્રમાણે આદેશ આપે અને જે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ પ્રમાણે આદેશ ન કરે, તે વિદ્રોહી છે
وَأَنْزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُمْ بَيْنَهُمْ بِمَا أَنْزَلَ اللَّهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنْكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِنْ لِيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيهِ تَخْتَلِفُونَ
અને અમે તમારી તરફ સત્ય સાથે આ કિતાબ (કુરઆન) નું અવતરણ કર્યુ છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરવાવાળી છે અને તે (કિતાબો)ની સુરક્ષા કરનારી છે, એટલા માટે તમે તેઓની અંદર અંદરની બાબતોમાં તે અલ્લાહએ જ અવતરિત કરેલ કિતાબ મુજબ આદેશ આપો, આ સત્યથી હટીને તેઓની મનેચ્છાઓની પાછળ ન જાઓ, તમારા માંથી પ્રત્યેક માટે એક કાનૂન અને રસ્તો નક્કી કરી દીધો છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો તમને બધાને એક જ જૂથ બનાવી દેત, પરંતુ તેની ઇચ્છા છે કે જે તમને આપ્યું છે તેમાં તમારી કસોટી કરે. તમે સદકાર્યો તરફ ઉતાવળ કરો, તમારે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે, પછી તે (અલ્લાહ) તમને તે દરેક વસ્તુની જાણ આપશે જેમાં તમે મતભેદ કરતા હતા

Choose other languages: