Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #40 Translated in Gujarati

إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
નિ:શંક ઇન્કાર કરનારાઓ માટે, જો તેઓ ધરતીમાં જે કંઈ છે તે બધું જ, પરંતુ તેની જેમ જ વધારે અને તે આ બધું કયામતની યાતનાના બદલામાં મુક્તિદંડ આપવા માંગે તો પણ શક્ય નથી કે તેઓનો મુક્તિદંડ કબૂલ કરવામાં આવે, તેઓ માટે તો દુ:ખદાયી યાતના જ છે
يُرِيدُونَ أَنْ يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُمْ بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُقِيمٌ
આ લોકો ઇચ્છશે કે જહન્નમ માંથી નીકળી જાય, પરંતુ તેઓ ક્યારેય તેમાંથી નહીં નીકળી શકે, તેઓ માટે હંમેશાની યાતના છે
وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
ચોરી કરવાવાળા પુરુષ અને સ્ત્રીના હાથ કાપી નાખો, આ બદલો છે તેનો જે તેમણે કર્યુ, સજા અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે
فَمَنْ تَابَ مِنْ بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
જે વ્યક્તિ પોતાના ગુના પછી તૌબા કરી લે અને સુધારો કરી લે, તો અલ્લાહ તઆલા દયા સાથે તેની તરફ ફરે છે, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે
أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يُعَذِّبُ مَنْ يَشَاءُ وَيَغْفِرُ لِمَنْ يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
શું તમને ખબર નથી કે અલ્લાહ તઆલા માટે જ ધરતી અને આકાશનું સામ્રાજ્ય છે, જેને ઇચ્છે સજા આપે અને જેને ઇચ્છે તેને માફ કરી દે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે

Choose other languages: