Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #39 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ وَجَاهِدُوا فِي سَبِيلِهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
મુસલમાનો, અલ્લાહ તઆલાથી ડરતા રહો અને તેની નિકટતા શોધો અને તેના માર્ગમાં જેહાદ કરો, જેથી તમે સફળ થાવ
إِنَّ الَّذِينَ كَفَرُوا لَوْ أَنَّ لَهُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لِيَفْتَدُوا بِهِ مِنْ عَذَابِ يَوْمِ الْقِيَامَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
નિ:શંક ઇન્કાર કરનારાઓ માટે, જો તેઓ ધરતીમાં જે કંઈ છે તે બધું જ, પરંતુ તેની જેમ જ વધારે અને તે આ બધું કયામતની યાતનાના બદલામાં મુક્તિદંડ આપવા માંગે તો પણ શક્ય નથી કે તેઓનો મુક્તિદંડ કબૂલ કરવામાં આવે, તેઓ માટે તો દુ:ખદાયી યાતના જ છે
يُرِيدُونَ أَنْ يَخْرُجُوا مِنَ النَّارِ وَمَا هُمْ بِخَارِجِينَ مِنْهَا ۖ وَلَهُمْ عَذَابٌ مُقِيمٌ
આ લોકો ઇચ્છશે કે જહન્નમ માંથી નીકળી જાય, પરંતુ તેઓ ક્યારેય તેમાંથી નહીં નીકળી શકે, તેઓ માટે હંમેશાની યાતના છે
وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ
ચોરી કરવાવાળા પુરુષ અને સ્ત્રીના હાથ કાપી નાખો, આ બદલો છે તેનો જે તેમણે કર્યુ, સજા અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે
فَمَنْ تَابَ مِنْ بَعْدِ ظُلْمِهِ وَأَصْلَحَ فَإِنَّ اللَّهَ يَتُوبُ عَلَيْهِ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
જે વ્યક્તિ પોતાના ગુના પછી તૌબા કરી લે અને સુધારો કરી લે, તો અલ્લાહ તઆલા દયા સાથે તેની તરફ ફરે છે, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે

Choose other languages: