Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #26 Translated in Gujarati

قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَنْ نَدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِنْ يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ
તેઓએ જવાબ આપ્યો કે, હે મૂસા (અ.સ.) ત્યાં તો શક્તિશાળી, અતિરેક કરનાર લોકો છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી નહીં જાય, અમે તો ક્યારેય ત્યાં નહીં જઇએ, હાં જો તેઓ ત્યાંથી નીકળી જશે પછી તો અમે (રાજી ખુશીથી) જતા રહીશું
قَالَ رَجُلَانِ مِنَ الَّذِينَ يَخَافُونَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمَا ادْخُلُوا عَلَيْهِمُ الْبَابَ فَإِذَا دَخَلْتُمُوهُ فَإِنَّكُمْ غَالِبُونَ ۚ وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
બે વ્યક્તિઓએ, જે અલ્લાહથી ડરનારાઓ માંથી હતા, જેઓ પર અલ્લાહની કૃપા હતી, કહ્યું કે તમે તેઓ પાસે દરવાજા સુધી તો પહોંચી જાવ, દરવાજામાં પગ મૂકતા જ તમે વિજય પ્રાપ્ત કરી લેશો અને જો તમે ઈમાનવાળાઓ હોવ તો તમારે અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ
قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَنْ نَدْخُلَهَا أَبَدًا مَا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنْتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ
કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા (અ.સ.) ! જ્યાં સુધી તે લોકો ત્યાં છે ત્યાં સુધી અમે ક્યારેય ત્યાં નહીં જઇએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઇ બન્ને લડાઇ કરો, અમે અહીંયા જ બેઠા છે
قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
મૂસા (અ.સ.) કહેવા લાગ્યા મને તો મારા અને મારા ભાઇ સિવાય કોઇના પર અધિકાર નથી, બસ ! તમે અમારા અને ઇન્કાર કરનારાઓ વચ્ચે તફાવત કરી દો
قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
કહ્યું કે હવે ધરતી તેઓ પર ચાલીસ વર્ષ સુધી હરામ કરવામાં આવી છે, આ લોકો પૃથ્વી પર આમ-તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહીઓ વિશે નિરાશ ન થશો

Choose other languages: