Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #28 Translated in Gujarati

قَالُوا يَا مُوسَىٰ إِنَّا لَنْ نَدْخُلَهَا أَبَدًا مَا دَامُوا فِيهَا ۖ فَاذْهَبْ أَنْتَ وَرَبُّكَ فَقَاتِلَا إِنَّا هَاهُنَا قَاعِدُونَ
કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા (અ.સ.) ! જ્યાં સુધી તે લોકો ત્યાં છે ત્યાં સુધી અમે ક્યારેય ત્યાં નહીં જઇએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઇ બન્ને લડાઇ કરો, અમે અહીંયા જ બેઠા છે
قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
મૂસા (અ.સ.) કહેવા લાગ્યા મને તો મારા અને મારા ભાઇ સિવાય કોઇના પર અધિકાર નથી, બસ ! તમે અમારા અને ઇન્કાર કરનારાઓ વચ્ચે તફાવત કરી દો
قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
કહ્યું કે હવે ધરતી તેઓ પર ચાલીસ વર્ષ સુધી હરામ કરવામાં આવી છે, આ લોકો પૃથ્વી પર આમ-તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહીઓ વિશે નિરાશ ન થશો
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
આદમ (અ.સ.) ના બન્ને દીકરાઓની સાચી વાત પણ તેમને સંભળાવી દો, તે બન્નેએ એક કુરબાની આપી, તેમાંથી એકની કુરબાની કબૂલ થઇ ગઇ અને બીજાની કબૂલ ન થઇ, તો તે કહેવા લાગ્યો કે હું તો તને મારી નાખીશ, (જેની કબૂલ થઇ) તેણે કહ્યું કે અલ્લાહ તઆલા ડરવાવાળઓનું જ કાર્ય કબૂલ કરે છે
لَئِنْ بَسَطْتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
ભલેને તું મારા કતલ માટે અત્યાચાર કર પણ હું તારા કતલ માટે ક્યારેય હાથ લાંબો નહીં કરું, હું તો અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિના પાલનહારથી ડરું છું

Choose other languages: