Quran Apps in many lanuages:

Surah Al-Hadid Ayahs #26 Translated in Gujarati

مَا أَصَابَ مِنْ مُصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنْفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِنْ قَبْلِ أَنْ نَبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
કોઇ મુસીબત તમને અને તમારા જીવોને દૂનિયામાં નથી પહોંચતી પરંતુ તે પહેલા કે અમે તેને પેદા કરીએ, તે એક ખાસ પુસ્તકમાં લખેલી છે, આ (કાર્ય) અલ્લાહ માટે (ખૂબ જ) સરળ છે
لِكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
જેથી તમે ન મળેલી વસ્તુ પર રંજ ન કરો અને ન તો આપેલી વસ્તુ પર ઇતરાઓ અને અહંકારીઓને અલ્લાહ પસંદ નથી કરતો
الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ۗ وَمَنْ يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
જે કંજૂસી કરે અને બીજાને (પણ) કંજૂસીની શિખામણ આપે, સાંભળો જે પણ મોઢું ફેરવે અલ્લાહ બેનિયાઝ અને પ્રશંસાને લાયક છે
لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنْزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ۖ وَأَنْزَلْنَا الْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ مَنْ يَنْصُرُهُ وَرُسُلَهُ بِالْغَيْبِ ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ
નિ:શંક અમે અમારા પયગંબરોને ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા અને તેની સાથે પુસ્તક અને ત્રાજવું અવતરિત કર્યુ, જેથી લોકો ન્યાય પર અડગ રહે અને અમે લોખંડ ઉતાર્યુ જેમાં સખતાઇ અને તાકાત છે, અને લોકો માટે બીજા ઘણાં ફાયદા છે અને આ માટે પણ કે અલ્લાહ જાણી લે કે તેની અને તેના પયગંબરોની મદદ વણ દેખે કોણ કરે છે, નિ:શંક અલ્લાહ તાકાતવર અને મહાન છે
وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتَابَ ۖ فَمِنْهُمْ مُهْتَدٍ ۖ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ
નિ:શંક અમે નૂહ અને ઇબ્રાહીમ (અ.સ.) ને (પયગંબર બનાવી) મોકલ્યા અને અમે તે બન્નેની સંતાનોમાં પયગંબરી અને ગ્રંથો પરંપરિત રાખ્યા, તો તેમાંથી કેટલાકે તો સત્ય માર્ગ અપનાવ્યો અને તેમાંથી ઘણા જ અવજ્ઞાકારી રહ્યા

Choose other languages: