Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #77 Translated in Gujarati

فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
અમે કહ્યું કે તે ગાયનો એક ટુકડો મૃત વ્યક્તિ પર લગાવી દો (તે જીવિત થઇ જશે) આવી જ રીતે અલ્લાહ મૃતકોને જીવિત કરી તમને તમારી સમજદારી માટે પોતાની નિશાનીઓ દેખાડે છે
ثُمَّ قَسَتْ قُلُوبُكُمْ مِنْ بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ત્યાર પછી તમારા હૃદય પત્થર માફક પરંતુ તેનાથી પણ વધારે સખત થઇ ગયા, કેટલાક પત્થરો માંથી તો નહેરો વહી નીકળે છે અને કેટલાક તો ફાટી જાય છે અને તે માંથી પાણી નીકળે છે અને કેટલાક અલ્લાહના ભયથી પડી જાય છે અને તમે અલ્લાહ તઆલાને પોતાના કાર્યોથી અજાણ ન સમજો
أَفَتَطْمَعُونَ أَنْ يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِنْ بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
(મુસલમાનો) શું તમારી ઇચ્છા છે કે આ લોકો ઇમાનવાળા બની જાય, જો કે તેમાં એવા લોકો પણ જે અલ્લાહની વાણીને સાંભળી, બુધ્ધિશાળી અને જ્ઞાની હોવા છતાં પણ બદલી નાખે છે
وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُمْ بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُمْ بِهِ عِنْدَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
જ્યારે તેઓ ઇમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઇમાન લાવ્યા અને જ્યારે એક બીજાથી મળે છે તો કહે છે કે મુસલમાનોને એ વાતો કેમ પહોંચાડો છો જે અલ્લાહ તઆલાએ તમને શીખવાડી છે, શું જાણતા નથી કે આ તો અલ્લાહ પાસે તમારા પર તેઓનો પુરાવો બની જશે
أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
શું આ નથી જાણતા કે અલ્લાહતઆલા તેઓની છુપી અને જાહેર સૌ વાતોને જાણે છે

Choose other languages: