Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #286 Translated in Gujarati

لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِنْ تُبْدُوا مَا فِي أَنْفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُمْ بِهِ اللَّهُ ۖ فَيَغْفِرُ لِمَنْ يَشَاءُ وَيُعَذِّبُ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, તમારા હૃદયોમાં જે કંઇ પણ છે તેને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છે તેને માફ કરી દે અને જેને ઇચ્છે યાતના આપે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
પયગંબર ઇમાન લાવ્યા તે વસ્તુ પર જે તેમની તરફ અલ્લાહ તઆલાએ અવતરિત કર્યુ અને ઇમાનવાળાઓ પણ. આ સૌ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવ્યા, તેના પયંગબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહી દીધું કે અમે સાંભળ્યું અને આજ્ઞાનું પાલન કર્યું, અમે તારી માફી ઇચ્છીએ છીએ, હે અમારા પાલનહાર ! અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે
لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِنْ قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنْتَ مَوْلَانَا فَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
અલ્લાહ તઆલા કોઇ જીવને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જે સદકાર્ય તે કરે તે તેના માટે અને જે બુરાઇ તે કરે તે તેના પર છે, હે અમારા પાલનહાર ! જો અમે ભુલી ગયા હોય અથવા ભુલ કરી હોય તો અમારી પકડ ન કરીશ, હે અમારા પાલનહાર ! અમારા પર તે ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો, હે અમારા પાલનહાર ! અમારા પર તે ભાર ન નાખ, જેની અમારામાં શક્તિ નથી અને અમને છોડી દે અને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને ઇન્કારીઓની કૌમ પર વિજય આપ

Choose other languages: