Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #25 Translated in Gujarati

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
હે લોકો ! પોતાના તે પાલનહારની બંદગી કરો જેણે તમને અને તમારા પહેલાના લોકોનું સર્જન કર્યુ, આ જ તમારા બચાવનું કારણ છે
الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَنْدَادًا وَأَنْتُمْ تَعْلَمُونَ
જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર ! જાણ્યા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન ઠેરવો
وَإِنْ كُنْتُمْ فِي رَيْبٍ مِمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِنْ مِثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُمْ مِنْ دُونِ اللَّهِ إِنْ كُنْتُمْ صَادِقِينَ
અમે જે કંઇ પણ પોતાના બંદા પર અવતરિત કર્યુ છે તેમાં જો તમને શંકા હોય અને તમે સાચા હોય તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, તમને અધિકાર છે કે અલ્લાહ તઆલા સિવાય પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો
فَإِنْ لَمْ تَفْعَلُوا وَلَنْ تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ
બસ ! જો તમે ન કર્યુ અને તમે કદાપિ નથી કરી શકતા, તો (આને સત્યમાની) તે આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર છે, જે ઇન્કારીઓ માટે તૈયાર કરવામાં આવી છે
وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِزْقًا ۙ قَالُوا هَٰذَا الَّذِي رُزِقْنَا مِنْ قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ
ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની શુભસૂચના આપી દો જેની નીચે નહેરો વહી રહી છે, જ્યારે પણ તેઓને ફળો આપવામાં આવશે (અને ફરી તેના જેવું જ ફળ લાવવામાં આવશે) તો કહેશે કે આ તો તે જ છે જે અમને આનાથી પહેલા આપવામાં આવ્યું હતું અને તેઓ માટે પવિત્ર પત્નિઓ છે અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેવાવાળા છે

Choose other languages: