Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #182 Translated in Gujarati

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنْثَىٰ بِالْأُنْثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِنْ رَبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
હે ઇમાનવાળાઓ ! તમારા પર મરનારનો બદલો લેવાનું જરૂરી કરવામાં આવ્યું છે, સ્વતંત્ર વ્યક્તિ-સ્વતંત્ર વ્યક્તિના બદલામાં, દાસ-દાસના બદલામાં, સ્ત્રી-સ્ત્રીના બદલામાં. હાઁ જે કોઇને તેના ભાઇ તરફથી થોડીક માફી આપી દેવામાં આવે તેણે ભલાઇનું અનુસરણ કરવું જોઇએ અને સરળતાથી મુક્તિદંડ આપી દેવો જોઇએ, તમારા પાલનહાર તરફથી આ ઘટાડો અને દયા છે, તે પછી પણ જે અતિરેક કરે તેને દુંખદાયી યાતના થશે
وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ
બુધ્ધીશાળી લોકો ! બદલો લેવામાં તમારા માટે જીવન છે, આ કારણે તમે (કારણ વગર કત્લ કરવાથી) રોકાઇ જશો
كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِنْ تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ
તમારા પર જરૂરી કરી દેવામાં આવ્યું છે કે જ્યારે તમારા માંથી કોઇ મૃત્યુની અવસ્થામાં હોય અને ધન છોડી જતો હોય તો પોતાના માતા-પિતા અને સંબંધીઓ માટે સારી રીતે વસિયત કરી દેં, ડરવાવાળાનો આ હક્ક છે
فَمَنْ بَدَّلَهُ بَعْدَمَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
હવે જે વ્યક્તિ આને સાંભળ્યા પછી બદલી નાખે તેનું પાપ બદલવાવાળા પર જ થશે, ખરેખર અલ્લાહ તઆલા સાંભળનાર, જાણનાર છે
فَمَنْ خَافَ مِنْ مُوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ
હાઁ જે વ્યક્તિ વસિયત કરનારની તરફ્દારી અથવા ગુનાહની વસિયતથી ડરતો હોય તો તે તેઓની વચ્ચે મેળાપ કરાવી દે તો તેના પર ગુનોહ નથી, અલ્લાહ તઆલા માફ કરનાર, કૃપાળુ છે

Choose other languages: