Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #119 Translated in Gujarati

وَلِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّهِ ۚ إِنَّ اللَّهَ وَاسِعٌ عَلِيمٌ
અને પશ્ર્ચિમ અને પૂર્વનો માલિક અલ્લાહ જ છે, તમે જ્યાં પણ મોઢું ફેરવો ત્યાં જ અલ્લાહનું મોઢું છે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને ખુબ જાણનાર છે
وَقَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَلْ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَهُ قَانِتُونَ
આ લોકો કહે છે કે અલ્લાહ તઆલાની સંતાન છે (નહીં પરંતુ) તે પવિત્ર છે, ધરતી અને આકાશના દરેક સર્જન તેની માલિકી હેઠળ છે, અને દરેક તેની વાત માને છે
بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُنْ فَيَكُونُ
તે ધરતી અને આકાશનું અદ્દભુત રીતે સર્જનકરનાર છે, તે જે કાર્યને કરવા ઇચ્છે કહી દે છે કે થઇ જા બસ ! તે ત્યાંજ થઇ જાય છે
وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَا يُكَلِّمُنَا اللَّهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ مِثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ
તેવી જ રીતે અજ્ઞાની લોકોએ પણ કહ્યું કે અલ્લાહ તઆલા પોતે અમારી સાથે વાત કેમ નથી કરતો અથવા અમારી પાસે કોઇ નિશાની કેમ નથી આવતી ? આવી જ રીતે આવી જ વાત તેઓના પુર્વજોએ પણ કહી હતી, તેઓના અને તેમના પૂર્વજોના હૃદયો સરખા થઇ ગયા, અમે તો વિશ્ર્વાસ રાખનારાઓ માટે નિશાનીઓ બતાવી દીધી
إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ
અમે તો તમને સત્ય સાથે શુભસુચના આપનાર અને ડરાવનાર બનાવી મોકલ્યા છે અને જહન્નમીઓ વિશે તમને પુછવામાં નહી આવે

Choose other languages: