Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #69 Translated in Gujarati

قُلْ هُوَ الْقَادِرُ عَلَىٰ أَنْ يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِنْ فَوْقِكُمْ أَوْ مِنْ تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُمْ بَأْسَ بَعْضٍ ۗ انْظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ
તમે કહી દો કે તેના પર પણ તે જ શક્તિ ધરાવે છે કે તમારા પર કોઇ પ્રકોપ તમારા ઉપરથી મોકલી દે, અથવા તમારા તળીયેથી, અથવા તો તમને જૂથ જૂથ બનાવી સૌને લડાવી દે અને તમારા માંથી એકને બીજાની લડાઇની મજા ચખાડી દે, તમે જૂઓ તો ખરા, અમે કેવી રીતે પૂરાવા અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, કદાચ કે તેઓ સમજી જાય
وَكَذَّبَ بِهِ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ۚ قُلْ لَسْتُ عَلَيْكُمْ بِوَكِيلٍ
અને તમારી કોમ તેને જુઠલાવે છે, જો કે તે સત્ય છે, તમે કહી દો કે હું તમારા પર વકીલ નથી
لِكُلِّ نَبَإٍ مُسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ
દરેક ખબર નો એક સમય છે અને નજીક માંજ તમને ખબર પડી જશે
وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા છે, તમે તે લોકોથી અળગા થઇ જાવ, ત્યાં સુધી કે તેઓ કોઇ બીજી વાતમાં પડી જાય અને જો તમને શેતાન ભૂલાવી દે તો, યાદ આવ્યા પછી ફરી આવા અત્યાચારી લોકો સાથે ન બેસો
وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَلَٰكِنْ ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
અને જે લોકો ડરવાવાળા છે, તેઓ પર તેઓની વાતોનો કોઇ અસર નહીં થાય, પરંતુ તેઓની જવાબદારી શિખામણ આપી દેવાની છે, કદાચ તે લોકો પણ ડરવા લાગે

Choose other languages: