Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #25 Translated in Gujarati

وَقَالَ الَّذِي اشْتَرَاهُ مِنْ مِصْرَ لِامْرَأَتِهِ أَكْرِمِي مَثْوَاهُ عَسَىٰ أَنْ يَنْفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا ۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي الْأَرْضِ وَلِنُعَلِّمَهُ مِنْ تَأْوِيلِ الْأَحَادِيثِ ۚ وَاللَّهُ غَالِبٌ عَلَىٰ أَمْرِهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
મિસ્રના લોકો માંથી જેણે યૂસુફ (અ.સ.) ને ખરીદ્યા હતા, તેણે પોતાની પત્નીને કહ્યું કે આને ખૂબ જ ઇજજત અને આદર સાથે રાખજે, શક્ય છે આ આપણને ફાયદો પહોંચાડશે અથવા આને આપણે આપણો બાળક માની લઇએ, આમ અમે મિસ્રની ધરતીમાં યૂસુફને નિવાસી બનાવ્યા, કે અમે સપનાના સ્પષ્ટીકરણનું થોડુંક જ્ઞાન શીખવાડી દઇએ, અલ્લાહ પોતાની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવે છે પરંતુ ઘણા પડતા લોકો જાણતા નથી
وَلَمَّا بَلَغَ أَشُدَّهُ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અને જ્યારે (યૂસુફ અ.સ.) પુખ્ત વયે પહોંચી ગયા, અમે તેને ન્યાય કરવાની શક્તિ અને જ્ઞાન આપ્યું, અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
وَرَاوَدَتْهُ الَّتِي هُوَ فِي بَيْتِهَا عَنْ نَفْسِهِ وَغَلَّقَتِ الْأَبْوَابَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ اللَّهِ ۖ إِنَّهُ رَبِّي أَحْسَنَ مَثْوَايَ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
તે સ્ત્રીએ, જેના ઘરમાં યૂસુફ (અ.સ.) હતા, યૂસુફ (અ.સ.) ને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી કે તે પોતાના મનની ઇચ્છા છોડી દે અને દરવાજો બંધ કરી કહેવા લાગી “ લો આવી જાવ” યૂસુફ (અ.સ.) એ કહ્યું “અલ્લાહની પનાહ” તે મારો પાલનહાર છે, તેણે મારી ખૂબ જ સારી રીતે દેખરેખ કરી છે. અન્યાય કરવાવાળાનું ભલું નથી થતું
وَلَقَدْ هَمَّتْ بِهِ ۖ وَهَمَّ بِهَا لَوْلَا أَنْ رَأَىٰ بُرْهَانَ رَبِّهِ ۚ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ السُّوءَ وَالْفَحْشَاءَ ۚ إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُخْلَصِينَ
તે સ્ત્રી યૂસુફ તરફ આગળ વધી અને જો યૂસુફ પોતાના પાલનહારની દલીલ ન જોતા તો તેની તરફ આગળ વધતા પરંતુ એવું ન થયું એટલા માટે કે અમે તેનાથી બુરાઇ અને અશ્લિલતા દૂર કરી દીધી હતી, નિ:શંક તે અમારા પસંદ કરેલા બંદાઓ માંથી હતા
وَاسْتَبَقَا الْبَابَ وَقَدَّتْ قَمِيصَهُ مِنْ دُبُرٍ وَأَلْفَيَا سَيِّدَهَا لَدَى الْبَابِ ۚ قَالَتْ مَا جَزَاءُ مَنْ أَرَادَ بِأَهْلِكَ سُوءًا إِلَّا أَنْ يُسْجَنَ أَوْ عَذَابٌ أَلِيمٌ
બન્ને દરવાજા તરફ દોડ્યા અને તે સ્ત્રીએ યૂસુફ નો કુર્તો પાછળથી ખેંચીને ફાડી નાંખ્યો અને દરવાજા પાસે જ સ્ત્રીનો પતિ બન્નેને મળી ગયો, તો કહેવા લાગી જે વ્યક્તિ તારી પત્ની સાથે ખરાબ ઇરાદો કરે બસ ! તેની સજા આ જ છે કે તેને કેદી બનાવી લેવામાં આવે અથવા બીજી કોઈ દુ:ખદાયી સજા આપવામાં આવે

Choose other languages: