Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #109 Translated in Gujarati

وَكَأَيِّنْ مِنْ آيَةٍ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ يَمُرُّونَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُونَ
આકાશો અને ધરતીમાં ઘણી જ નિશાનીઓ છે, જેનાથી આ લોકો મોઢું ફેરવી જતા રહે છે
وَمَا يُؤْمِنُ أَكْثَرُهُمْ بِاللَّهِ إِلَّا وَهُمْ مُشْرِكُونَ
તેમના માંથી વધારે પડતા લોકો અલ્લાહ પર ઇમાન ધરાવવા છતાં મુશરિક છે
أَفَأَمِنُوا أَنْ تَأْتِيَهُمْ غَاشِيَةٌ مِنْ عَذَابِ اللَّهِ أَوْ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
શું તેઓ આ વાતથી નીડર બની ગયા છે કે તેમની પાસે અલ્લાહના પ્રકોપ માંથી કોઈ સામાન્ય પ્રકોપ આવી જાય, અથવા તેમના પર અચાનક કયામત આવી જાય અને તેઓ અજાણ હોય
قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
તમે કહી દો કે, મારો માર્ગ આ જ છે, હું અને મારું અનુસરણ કરનારા અલ્લાહ તરફ બોલાવી રહ્યા છે, સંપૂર્ણ ભરોસા સાથે. અને અલ્લાહ પવિત્ર છે અને હું મુશરિકો માંથી નથી
وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ إِلَّا رِجَالًا نُوحِي إِلَيْهِمْ مِنْ أَهْلِ الْقُرَىٰ ۗ أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۗ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ لِلَّذِينَ اتَّقَوْا ۗ أَفَلَا تَعْقِلُونَ
તમારા પહેલા અમે જેટલા પણ પયગંબરો મોકલ્યા છે, બધાં પુરુષ જ હતા, જેમની તરફ અમે વહી અવતરિત કરતા ગયા, શું ધરતી પર હરી-ફરીને તેઓએ જોયું નથી કે તેમનાથી પહેલાના લોકોની કેવી દશા થઇ, ખરેખર આખેરતનું ઘર ડરવાવાળાઓ માટે ઘણું જ ઉત્તમ છે, શું તો પણ તમે નથી સમજતા

Choose other languages: