Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #48 Translated in Gujarati

وَقِيلَ يَا أَرْضُ ابْلَعِي مَاءَكِ وَيَا سَمَاءُ أَقْلِعِي وَغِيضَ الْمَاءُ وَقُضِيَ الْأَمْرُ وَاسْتَوَتْ عَلَى الْجُودِيِّ ۖ وَقِيلَ بُعْدًا لِلْقَوْمِ الظَّالِمِينَ
કહ્યું કે હે ધરતી ! પોતાના પાણીને પી લે, અને હે આકાશ ! બસ કર, થંભી જા, તે જ સમયે પાણી સુકાવી દેવામાં આવ્યું અને કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હોડી “જૂદી” નામના પર્વત પર ઉભી રહી અને કહેવામાં આવ્યું કે અત્યાચારી લોકો પર લઅનત (ફિટકાર) ઉતરે
وَنَادَىٰ نُوحٌ رَبَّهُ فَقَالَ رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي وَإِنَّ وَعْدَكَ الْحَقُّ وَأَنْتَ أَحْكَمُ الْحَاكِمِينَ
નૂહ (અ.સ.)એ પોતાના પાલનહારને પોકારીને કહ્યું કે મારા પાલનહાર ! મારો દીકરો તો મારા ઘરવાળાઓ માંથી હતો, નિ:શંક તારું વચન ખરેખર સાચું છે અને તું દરેક નિર્ણય કરનારાઓ માંથી ઉત્તમ છે
قَالَ يَا نُوحُ إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ ۖ إِنَّهُ عَمَلٌ غَيْرُ صَالِحٍ ۖ فَلَا تَسْأَلْنِ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۖ إِنِّي أَعِظُكَ أَنْ تَكُونَ مِنَ الْجَاهِلِينَ
અલ્લાહ તઆલાએ કહ્યું, હે નૂહ ! ખરેખર તે તારા ઘરવાળાઓ માંથી નથી, તેના કર્મો તદ્દન વ્યર્થ છે, તારે તે વસ્તુ ક્યારેય ન માંગવી જોઇએ જેનું જ્ઞાન તારી પાસે નથી, હું તને શિખામણ આપું છું કે તું અણસમજુ લોકો માંથી ન થઇ જા
قَالَ رَبِّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أَسْأَلَكَ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِي وَتَرْحَمْنِي أَكُنْ مِنَ الْخَاسِرِينَ
નૂહ (અ.સ.)એ કહ્યું, મારા પાલનહાર ! હું તારા જ શરણમાં આવુ છું તે વાતથી કે તારી પાસે તે માંગુ જેનું જ્ઞાન મને નથી, જો તું મને માફ નહીં કરે અને તું મારા પર દયા નહીં કરે તો હું નુકસાન ઉઠાવનારા લોકો માંથી થઇ જઇશ
قِيلَ يَا نُوحُ اهْبِطْ بِسَلَامٍ مِنَّا وَبَرَكَاتٍ عَلَيْكَ وَعَلَىٰ أُمَمٍ مِمَّنْ مَعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُمْ مِنَّا عَذَابٌ أَلِيمٌ
કહેવામાં આવ્યું કે હે નૂહ ! અમારા તરફથી શાંતિ અને તે કૃપાઓ લઇ ઊતર જે તારા માટે છે અને તારા સિવાય ઘણા લોકો માટે, અને ઘણા તે જૂથો હશે જેને અમે લાભ તો જરૂર પહોંચાડીશું, પછી તેમના પર અમારા તરફથી દુ:ખદાયી યાતના પહોંચશે

Choose other languages: