Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #39 Translated in Gujarati

أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَعَلَيَّ إِجْرَامِي وَأَنَا بَرِيءٌ مِمَّا تُجْرِمُونَ
શું આ લોકો કહે છે કે આ (કુરઆનને) તેણે પોતે જ ઘડી કાઢ્યું છે ? તમે જવાબ આપી દો કે જો મેં આને ઘડી કાઢ્યું હોય તો મારું પાપ મારા માટે છે અને હું તે પાપોથી અળગો છું, જે તમે કરી રહ્યા છો
وَأُوحِيَ إِلَىٰ نُوحٍ أَنَّهُ لَنْ يُؤْمِنَ مِنْ قَوْمِكَ إِلَّا مَنْ قَدْ آمَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَفْعَلُونَ
નૂહ (અ.સ.) તરફ વહી કરવામાં આવી કે તમારી કોમ માંથી જે લોકો ઇમાન લાવી ચૂક્યા તેમના સિવાય બીજા કોઈ ઇમાન નહીં લાવે, બસ ! તમે તેમના કાર્યોથી નિરાશ ન થાવ
وَاصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۚ إِنَّهُمْ مُغْرَقُونَ
અને એક હોડી અમારી આંખો સામે અને અમારી વહી દ્વારા બનાવો અને અત્યાચારીઓ વિશે અમારી સાથે કંઈ પણ વાર્તાલાપ ન કરો, તેઓને પાણીમાં ડુબાડી દેવામાં આવશે
وَيَصْنَعُ الْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِنْ قَوْمِهِ سَخِرُوا مِنْهُ ۚ قَالَ إِنْ تَسْخَرُوا مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنْكُمْ كَمَا تَسْخَرُونَ
તે (નૂહ અ.સ.) હોડી બનાવવા લાગ્યા તેમની કોમના સરદારો તેમની પાસેથી પસાર થતા તો તેમની મશ્કરી કરતા, તેઓ કહેતા જો તમે અમારી મશ્કરી કરો તો અમે પણ એક દિવસ તમારી મજાક ઉડાવીશું જેવી રીતે તમે અમારા પર હસો છો
فَسَوْفَ تَعْلَمُونَ مَنْ يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُقِيمٌ
તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર પ્રકોપ ઉતરશે, જે તેને અપમાનિત કરશે અને તેના પર હંમેશાની સજા ઉતરશે

Choose other languages: