Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #41 Translated in Gujarati

وَاصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۚ إِنَّهُمْ مُغْرَقُونَ
અને એક હોડી અમારી આંખો સામે અને અમારી વહી દ્વારા બનાવો અને અત્યાચારીઓ વિશે અમારી સાથે કંઈ પણ વાર્તાલાપ ન કરો, તેઓને પાણીમાં ડુબાડી દેવામાં આવશે
وَيَصْنَعُ الْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِنْ قَوْمِهِ سَخِرُوا مِنْهُ ۚ قَالَ إِنْ تَسْخَرُوا مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنْكُمْ كَمَا تَسْخَرُونَ
તે (નૂહ અ.સ.) હોડી બનાવવા લાગ્યા તેમની કોમના સરદારો તેમની પાસેથી પસાર થતા તો તેમની મશ્કરી કરતા, તેઓ કહેતા જો તમે અમારી મશ્કરી કરો તો અમે પણ એક દિવસ તમારી મજાક ઉડાવીશું જેવી રીતે તમે અમારા પર હસો છો
فَسَوْفَ تَعْلَمُونَ مَنْ يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُقِيمٌ
તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર પ્રકોપ ઉતરશે, જે તેને અપમાનિત કરશે અને તેના પર હંમેશાની સજા ઉતરશે
حَتَّىٰ إِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ قُلْنَا احْمِلْ فِيهَا مِنْ كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَنْ سَبَقَ عَلَيْهِ الْقَوْلُ وَمَنْ آمَنَ ۚ وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ
અહીં સુધી કે જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો અને “ તન્નૂર” (અર્થાત ધરતી) ઊકળવા લાગ્યું, અમે કહ્યું કે આ હોડીમાં દરેક પ્રકારના (સજીવો માંથી) જોડ (એટલે કે ) બે ઢોર (એક નર અને એક માદા) લઇ લો અને તમારા ઘરવાળાઓને પણ, સિવાય તે લોકોને જેમના પર પહેલાથી જ વાત નક્કી થઇ ગઇ છે અને દરેક ઇમાન લાવનારા લોકોને પણ, તેમની સાથે ઇમાન લાવનારા થોડાક જ હતા
وَقَالَ ارْكَبُوا فِيهَا بِسْمِ اللَّهِ مَجْرَاهَا وَمُرْسَاهَا ۚ إِنَّ رَبِّي لَغَفُورٌ رَحِيمٌ
નૂહ (અ.સ.)એ કહ્યું કે આ હોડીમાં બેસી જાઓ, અલ્લાહના જ નામથી તે ચાલશે અને રોકાશે, નિ:શંક મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે

Choose other languages: