Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #96 Translated in Gujarati

وَلَا عَلَى الَّذِينَ إِذَا مَا أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَا أَجِدُ مَا أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوْا وَأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا مَا يُنْفِقُونَ
હાં તે લોકો માટે પણ કંઈ વાંધો નથી જેઓ તમારી પાસે આવે છે, જેથી તમે તેમને મુસાફરી માટે કોઇ બંદોબસ્ત કરી આપો, તો તમે જવાબ આપો છો કે મારી પાસે તમારી મુસાફરી માટે કંઈ પણ નથી, તો તેઓ નિરાશ થઇ પોતાની આંખો માંથી આંસુ વહાવી પાછા ફરી જાય છે, કે તેમની પાસે ખર્ચ કરવા માટે કંઈ નથી
إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَسْتَأْذِنُونَكَ وَهُمْ أَغْنِيَاءُ ۚ رَضُوا بِأَنْ يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ
નિ:શંક તે લોકો પર જ આરોપ છે, જે ધનવાન હોવા છતાં, તમારી પાસે પરવાનગી માંગે છે, આ વેશ્યાઓની સાથે જ રાજી છે અને તેમના હૃદયો પર અલ્લાહની મોહર લાગી ગઇ છે, જેનાથી તેઓ અજ્ઞાની થઇ ગયા છે
يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذَا رَجَعْتُمْ إِلَيْهِمْ ۚ قُلْ لَا تَعْتَذِرُوا لَنْ نُؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا اللَّهُ مِنْ أَخْبَارِكُمْ ۚ وَسَيَرَى اللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
આ લોકો તમારી સમક્ષ કારણ વર્ણન કરશે, જ્યારે તમે તેમની પાસે પાછા ફરશો, તમે કહી દો કે આવા કારણ વર્ણન ન કરો, અમે ક્યારેય તમને સાચા નહીં માનીએ, અલ્લાહ તઆલા અમને તમારી જાણકારી આપી ચૂક્યો છે અને હવે પછી પણ અલ્લાહ અને તેનો પયગંબર તમારી કાર્યક્ષમતા જોઇ લેશે, પછી એની પાસે પાછા ફેરવવામાં આવશો, જે છૂપી અને જાહેર દરેક વાતોને જાણનાર છે, પછી તે તમને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા
سَيَحْلِفُونَ بِاللَّهِ لَكُمْ إِذَا انْقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا عَنْهُمْ ۖ فَأَعْرِضُوا عَنْهُمْ ۖ إِنَّهُمْ رِجْسٌ ۖ وَمَأْوَاهُمْ جَهَنَّمُ جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ
હાં, હવે તેઓ તમારી સમક્ષ અલ્લાહના નામના સોગંદ ખાઇ લેશે, જ્યારે તમે તેમની પાસે જશો, જેથી તમે તેઓને તેમની સ્થિતિ પર જ છોડી દો, તો તમે તેમને તેઓની સ્થિતિ પર છોડી દો, તે લોકો તદ્દન ખરાબ છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે, તે કાર્યોના બદલામાં જે તેઓ કરતા હતા
يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۖ فَإِنْ تَرْضَوْا عَنْهُمْ فَإِنَّ اللَّهَ لَا يَرْضَىٰ عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ
આ લોકો એટલા માટે સોગંદો ખાશે કે, જેથી તમે તેમનાથી રાજી થઇ જાવ, કદાચ તમે તેમનાથી રાજી થઇ પણ જાવ, પરંતુ અલ્લાહ તઆલા તો આવા વિદ્રોહી લોકોથી રાજી થતો નથી

Choose other languages: