Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #29 Translated in Gujarati

وَمَنْ لَمْ يَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا أَنْ يَنْكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِنْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ مِنْ فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِإِيمَانِكُمْ ۚ بَعْضُكُمْ مِنْ بَعْضٍ ۚ فَانْكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنْكُمْ ۚ وَأَنْ تَصْبِرُوا خَيْرٌ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
અને તમારા માંથી કોઇને સ્વતંત્ર મુસલમાન સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની સુવિધા અને તાકાત ન હોય તો તે મુસલમાન ગુલામ સ્ત્રી સાથે જેણીઓના તમે માલિક છો (લગ્ન કરી લો), અલ્લાહ તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણવાવાળો છે, તમે સૌ અંદરોઅંદર એક જ છો, એટલા માટે તેણીઓના માલિકોની પરવાનગી લઇ તેણીઓ સાથે લગ્ન કરી લો અને નિયમ પ્રમાણે તેણીઓને મહેર આપી દો, તે પવિત્ર હોય, ન કે ખુલ્લી અશ્લીલતાનું કાર્ય કરનારી, ન તો છૂપી રીતે પણ, બસ ! જ્યારે આ ગુલામ સ્ત્રીઓ સાથે લગ્ન કરી લો પછી જો તે અશ્લીલતાનું કાર્ય કરે તો તેણીઓ માટે અડધી સજા છે. તે સજા કરતા, જે સ્વતંત્ર સ્ત્રીઓ માટે છે, ગુલામ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો આ આદેશ તમારા માંથી તે લોકો માટે છે જેમને ગુનો અને તકલીફ નો ડર હોય અને તમારા માટે ધીરજ રાખવી ઘણું જ ઉત્તમ કાર્ય છે અને અલ્લાહ ઘણો જ માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે
يُرِيدُ اللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારા માટે (આદેશો) સ્પષ્ટ રીતે વર્ણન કરે અને તમને તમારાથી પહેલાના (સદાચારી) લોકોના માર્ગ પર ચલાવે અને તમારી તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા જાણવાવાળો, હિકમતવાળો છે
وَاللَّهُ يُرِيدُ أَنْ يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَنْ تَمِيلُوا مَيْلًا عَظِيمًا
અને અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે અને જે લોકો મનેચ્છાઓનું અનુસરણ કરે છે તેઓ ઇચ્છે છે કે તમે તેનાથી (સત્ય માર્ગથી) ઘણા જ દૂર થઇ જાવ
يُرِيدُ اللَّهُ أَنْ يُخَفِّفَ عَنْكُمْ ۚ وَخُلِقَ الْإِنْسَانُ ضَعِيفًا
અલ્લાહ ઇચ્છે છે કે તમારા માટે સરળ કરી દે, કારણ કે માનવી અશકત પેદા કરવામાં આવ્યો છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ إِلَّا أَنْ تَكُونَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِنْكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنْفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
હે ઈમાનવાળાઓ ! પોતાનું એકબીજાનું ધન ખોટી રીતે ન ખાઓ, પરંતુ એ કે તમારી એકબીજાની ખુશીથી લે-વેચ કરો અને પોતાને કતલ ન કરો, નિ:શંક અલ્લાહ તઆલા તમારા પર અત્યંત કૃપાળુ છે

Choose other languages: