Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #4 Translated in Gujarati

قَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّهِ وَاللَّهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
નિ:શંક અલ્લાહ તઆલાએ તે સ્ત્રીની વાત સાંભળી જે તારાથી પોતાના પતિ બાબત રકઝક કરી રહી હતી અને અલ્લાહ તઆલાથી ફરિયાદ કરી રહી હતી. અલ્લાહ તઆલા તમારા બન્નેના પ્રશ્ર્નોત્તર સાંભળી રહ્યો હતો. નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો, જોવાવાળો છે
الَّذِينَ يُظَاهِرُونَ مِنْكُمْ مِنْ نِسَائِهِمْ مَا هُنَّ أُمَّهَاتِهِمْ ۖ إِنْ أُمَّهَاتُهُمْ إِلَّا اللَّائِي وَلَدْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَيَقُولُونَ مُنْكَرًا مِنَ الْقَوْلِ وَزُورًا ۚ وَإِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ
તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને માં જેવી કહેવું) કરે છે તે ખરેખર તેમની માં નથી બની જતી, તેમની માં તો તે જ છે જેમના પેટથી તેઓ પેદા થયા, નિ:શંક આ લોકો એક બેકાર અને જુઠી વાત કહે છે. નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરવાવાળો છે
وَالَّذِينَ يُظَاهِرُونَ مِنْ نِسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِنْ قَبْلِ أَنْ يَتَمَاسَّا ۚ ذَٰلِكُمْ تُوعَظُونَ بِهِ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરે તો તેમના પર એક બીજાને હાથ લગાવતાં પહેલા એક દાસને આઝાદ કરવો પડશે, તેના વડે તમને શિખામણ આપવામાં આવે છે. અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોને ખુબ જાણે છે
فَمَنْ لَمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِنْ قَبْلِ أَنْ يَتَمَاسَّا ۖ فَمَنْ لَمْ يَسْتَطِعْ فَإِطْعَامُ سِتِّينَ مِسْكِينًا ۚ ذَٰلِكَ لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ ۚ وَتِلْكَ حُدُودُ اللَّهِ ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ
હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો તેના પર બે માસના લાગલગાટ રોઝા છે. તે પહેલા કે એક બીજાને હાથ લગાવે, અને જે વ્યક્તિને તેની ક્ષમતા પણ ન ધરાવે તેના પર સાહીઠ લાચારોને ખાવાનું ખવડાવવાનું છે, આ એટલા માટે કે તમે અલ્લાહ અને તેના પયગંબરના આદેશનું પાલન કરો, આ અલ્લાહ તઆલાની નક્કી કરેલ મર્યાદાઓ છે અને ઇન્કારીઓ માટે જ દુ:ખદાયી યાતના છે

Choose other languages: