Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #111 Translated in Gujarati

فَإِنْ عُثِرَ عَلَىٰ أَنَّهُمَا اسْتَحَقَّا إِثْمًا فَآخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ الَّذِينَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْأَوْلَيَانِ فَيُقْسِمَانِ بِاللَّهِ لَشَهَادَتُنَا أَحَقُّ مِنْ شَهَادَتِهِمَا وَمَا اعْتَدَيْنَا إِنَّا إِذًا لَمِنَ الظَّالِمِينَ
પછી જો તેની ખબર પડે કે તે બન્ને સાક્ષી કોઇ પાપ કરી બેઠા છે, તો તે લોકો માંથી જેની સામે પાપ થયો હતો અને બે વ્યક્તિ તે બધા માંથી સૌથી નજીક હતા, જ્યાં તે બન્ને ઊભા હતા, આ બન્ને ઊભા થાય અને અલ્લાહના સોગંદ ખાય કે ખરેખર અમારી આ સોગંદ તે બન્નેની તે સોગંદ કરતા સત્ય છે, અને અમે સહેજ પણ અતિરેક નથી કર્યો, અમે તે પરિસ્થિતિમાં સખત અત્યાચારી બની જઇશું
ذَٰلِكَ أَدْنَىٰ أَنْ يَأْتُوا بِالشَّهَادَةِ عَلَىٰ وَجْهِهَا أَوْ يَخَافُوا أَنْ تُرَدَّ أَيْمَانٌ بَعْدَ أَيْمَانِهِمْ ۗ وَاتَّقُوا اللَّهَ وَاسْمَعُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
આવું કરવું વધારે સારું છે કે તે લોકો તે આદેશને સત્ય રીતે જાહેર કરી દે, અથવા તે વાતથી ડરી જાય કે તેઓ પાસેથી સોગંદ લીધા પછી તેઓ સોગંદોનો ભંગ કરશે, અને અલ્લાહ તઆલાથી ડરો અને સાંભળો અલ્લાહ તઆલા વિદ્રોહીઓને સત્યમાર્ગ દર્શન નથી આપતો
يَوْمَ يَجْمَعُ اللَّهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
જે દિવસે અલ્લાહ તઆલા પયગંબરોને ભેગા કરશે, પછી કહેશે કે તમને શું જવાબ મળ્યો હતો, તેઓ કહેશે કે અમને કંઈ જ ખબર નથી, તું જ ખરેખર છૂપી વાતોને પૂરી રીતે જાણનાર છે
إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدْتُكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنْجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنْفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنْكَ إِذْ جِئْتَهُمْ بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ
જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના દિકરા ઈસા ! મારુ ઇનામ યાદ કરો, જે તમારા પર અને તમારી માતા પર થયું છે, જ્યારે મેં તમને રૂહુલ્ કુદૂસ (જિબ્રઇલ અ.સ.) દ્વાર ટેકો કર્યો, તમે માતાના ખોળામાં પણ લોકો સાથે વાતો કરતા હતા અને મોટી વયે પણ અને જ્યારે કે મેં તમને કિતાબ અને હિકમતની વાતો અને તૌરાત અને ઈંજીલનું જ્ઞાન આપ્યું અને જ્યારે કે તમે મારા આદેશથી માટી માંથી એક આકાર બનાવતા હતા, જેવો કે પક્ષીનો આકાર હોય છે, પછી તમે તેની અંદર ફૂંક મારતા હતા જેનાથી તે પક્ષી (સજીવ) બની જતું હતું, મારા આદેશથી, અને તમે તંદુરસ્ત કરી દેતા હતા જન્મથી આંધળા અને કોઢીને મારા આદેશથી, અને જ્યારે કે તમે મૃતકોને જીવિત કરી ઊભા કરતા હતા મારા આદેશથી અને જ્યારે કે મેં ઇસ્રાઇલના સંતાનોને તમારાથી અળગા રાખ્યા, જ્યારે તમે તેઓની પાસે પૂરાવા લઇ આવ્યા હતા, પછી તેઓમાં જે ઇન્કાર કરનારાઓ હતા, તેઓએ કહ્યું હતું કે આ તો સ્પષ્ટ રીતે જાદુ સિવાય બીજું કંઈજ નથી
وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
અને જ્યારે કે મેં હવ્વારી (મદદ કરનાર) ને આદેશ આપ્યો કે તમે મારા પર અને મારા પયગંબર પર ઈમાન લાવો, તેઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા અને તમે સાક્ષી રહો કે અમે સંપૂર્ણ આજ્ઞાકારી છે

Choose other languages: