Quran Apps in many lanuages:

Surah Al-Hadid Ayahs #13 Translated in Gujarati

هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِيُخْرِجَكُمْ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّهَ بِكُمْ لَرَءُوفٌ رَحِيمٌ
તે (અલ્લાહ) જ છે જે પોતાના બંદા પર સ્પષ્ટ આયતો ઉતારે છે, જેથી તે તમને અંધકારથી પ્રકાશ તરફ લઇ જાય. નિ:શંક અલ્લાહ તઆલા તમારા પર નમ્રતા કરનાર અને દયા કરનાર છે
وَمَا لَكُمْ أَلَّا تُنْفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنْكُمْ مَنْ أَنْفَقَ مِنْ قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِنَ الَّذِينَ أَنْفَقُوا مِنْ بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّهُ الْحُسْنَىٰ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
તમને શું થઇ ગયું છે કે તમે અલ્લાહના માર્ગમાં દાન નથી કરતા ? અસલમાં આકાશો અને ધરતીની વારસાઇ નો માલિક (એકલો) અલ્લાહ જ છે, તમારા માંથી જે લોકોએ વિજય પહેલા અલ્લાહના માર્ગમાં દાન કર્યુ છે અને યુધ્ધ કર્યુ છે તેઓ (બીજાના) જેવા નથી, પરંતુ તેઓ તેમના કરતા ઉત્તમ દરજ્જાવાળા છે, જેમણે વિજય પછી દાન કર્યુ અને જેહાદ કર્યુ. હાં સારા કર્મોનું વચન અલ્લાહએ તે સૌને કરેલું છે. જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે
مَنْ ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ
કોણ છે જે અલ્લાહ તઆલાને સારી રીતે ઉધાર આપે, પછી અલ્લાહ તઆલા તેને તેના માટે વધારતો જાય છે અને તેના માટે મનપસંદ બદલો નક્કી થઇ જાય
يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُمْ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
(કયામતના) દિવસે તમે જોઇ લેશો કે ઇમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓનો પ્રકાશ તેમના આગળ આગળ અને તેઓના જમણે દોડી રહ્યુ હશે. આજે તમને તે જન્નતોની શુભસુચના છે જેની નીચે નહેરો વહેતી છે, જેમાં હંમેશાનુ આવાસ છે, આ છે મોટી સફળતા
يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انْظُرُونَا نَقْتَبِسْ مِنْ نُورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُمْ بِسُورٍ لَهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِنْ قِبَلِهِ الْعَذَابُ
તે દિવસે ઢોંગી પુરૂષ અને સ્ત્રી ઇમાનવાળાઓને કહેશે કે અમારી પ્રતિક્ષા તો કરો, કે અમે પણ તમારા પ્રકાશથી કંઇ પ્રકાશ મેળવી લઇએ, જવાબ આપવામાં આવશે કે તમે પોતાની પાછળ ફરી જાવ અને પ્રકાશ શોધો, પછી તે બન્નેની વચ્ચે એક દિવાલ કરી દેવામાં આવશે, જેમાં બારણું પણ હશે, તેના અંદરના ભાગમાં આનંદ હશે અને બહારના ભાગમાં યાતના હશે

Choose other languages: