Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #17 Translated in Gujarati

وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَٰكِنْ لَا يَعْلَمُونَ
અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે બીજા લોકો (પયગંબર સાહેબના સાથીઓ) માફક તમે પણ ઇમાન ધરાવો, તો જવાબ આપે છે કે શું અમે એવું ઇમાન ધરાવીએ જેવું કે આ મુર્ખ ઇમાન ધરાવે છે, સાવધાન રહો ! ખરેખર આ જ લોકો મુર્ખ છે, પરંતુ અજાણ છે
وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ
અને જ્યારે તેઓ ઇમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે પણ ઇમાનવાળા છે, અને જ્યારે પોતાના શૈતાનો (સરદાર) ને મળે છે તો કહે છે કે અમે તો તમારી સાથે છે, અમે તો તેઓની સાથે ફકત મશ્કરી કરીએ છીએ
اللَّهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મશ્કરી કરી રહ્યો છે અને તેમની વિદ્રોહીમાં વધારો કરે છે
أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَتْ تِجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ
આ તે લોકો છે જેઓએ પથભ્રષ્ટતાને સત્યમાર્ગના બદલામાં ખરીદી લીધું, બસ ! ન તો તેઓના વેપારે તેમને ફાયદો પહોંચાડયો અને ન તો આ સત્યમાર્ગ અપનાવનારા બન્યા
مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَا يُبْصِرُونَ
તેઓનું ઉદાહરણ તે વ્યક્તિની માફક છે જેણે આગ સળગાવી, બસ ! આજુ બાજુની વસ્તુઓ પ્રકાશિત થઇ જ હતી કે અલ્લાહ તેઓના પ્રકાશને લઇ લીધો અને તેઓને અંધકારમાં છોડી મુક્યા તેઓ જોતા નથી

Choose other languages: