Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #64 Translated in Gujarati

وَهُوَ الَّذِي يَتَوَفَّاكُمْ بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
અને તે એવો છે કે રાતમાં તમારા પ્રાણ ખેંચી લે છે અને જે કંઈ પણ તમે દિવસમાં કરો છો તેને જાણે છે, પછી તમને ઉઠાડે છે, જેથી નક્કી કરેલ સમય પૂરો થઇ જાય, પછી તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે, પછી તમને બતાવશે જે કંઈ તમે કરતા હતા
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
અને તે જ પોતાના બંદાઓ પર વિજયી છે, અને તમારા માટે નિરીક્ષક અવતરિત કરે છે, ત્યાં સુધી કે જ્યારે તમારા માંથી કોઇને મૃત્યુ આવી પહોંચે છે, તેનો જીવ અમારા મોકલેલા ફરિશ્તા કાઢી લે છે અને તેઓ થોડીક પણ સુસ્તી નથી કરતા
ثُمَّ رُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۚ أَلَا لَهُ الْحُكْمُ وَهُوَ أَسْرَعُ الْحَاسِبِينَ
પછી સૌ પોતાના સાચા પૂજ્ય અલ્લાહ તઆલા તરફ લાવવામાં આવશે, સારી રીતે સાંભળી લો, નિર્ણય અલ્લાહનો જ હશે અને તે નજીક માંજ હિસાબ લેશે
قُلْ مَنْ يُنَجِّيكُمْ مِنْ ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَئِنْ أَنْجَانَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
તમે કહી દો કે તે કોણ છે જે તમને ધરતી અને સમુદ્રના અંધકારથી બચાવે છે, તમે તેને પોકારો છો નમ્રતાપૂર્વક અને છૂપી-છૂપીને, જો તમે અમને તેનાથી છુટકારો અપાવી દો તો અમે ખરેખર આભાર વ્યકત કરનારાઓ માંથી થઇ જઇશું
قُلِ اللَّهُ يُنَجِّيكُمْ مِنْهَا وَمِنْ كُلِّ كَرْبٍ ثُمَّ أَنْتُمْ تُشْرِكُونَ
તમે કહી દો કે અલ્લાહ જ તમને તેનાથી બચાવે છે અને દરેક દુ:ખથી, તમે તો પણ ભાગીદાર ઠેરવવા લાગો છો

Choose other languages: