Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #45 Translated in Gujarati

بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِنْ شَاءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُونَ
પરંતુ તેને જ પોકારશો, પછી જેના માટે તમે પોકારશો, જો તે ઇચ્છે તો તેને હટાવી પણ દે અને જેઓને તમે ભાગીદાર ઠેરવો છો તે સૌને ભૂલી જશો
وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِنْ قَبْلِكَ فَأَخَذْنَاهُمْ بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
અને અમે બીજા જૂથ તરફ પણ જે તમારા પહેલા થઇ ગયા છે, પયગંબરો મોકલ્યા હતા, તો અમે તેઓના પર તંગી અને બિમારી લાવ્યા, જેથી તેઓ વિનમ્રતાપૂર્વક અમારી સામે ઝૂકી પડે
فَلَوْلَا إِذْ جَاءَهُمْ بَأْسُنَا تَضَرَّعُوا وَلَٰكِنْ قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ
તો જ્યારે તેઓને અમારી સજા પહોંચતી, તો તેઓએ નમ્રતા કેમ ન દાખવી ? પરંતુ તેઓના હૃદયો કઠોર થઇ ગયા અને શેતાને તેઓના કાર્યોને તેમના માટે સારા કરી દીધા
فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُمْ بَغْتَةً فَإِذَا هُمْ مُبْلِسُونَ
પછી જ્યારે તે લોકો તે વસ્તુને ભૂલી ગયા, જેની શિખામણ તેઓને આપવામાં આવતી હતી, તો અમે તેઓ પર દરેક વસ્તુના દરવાજા ફેલાવી દીધા, ત્યાં સુધી કે જ્યારે તે વસ્તુઓ પર, જે તેમને મળી હતી, તેઓ ખૂબ ઇતરાવા લાગ્યા, અમે તેઓને અચાનક પકડી લીધા, પછી તો તેઓ તદ્દન નિરાશ થઇ ગયા
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
પછી અત્યાચારીઓના મૂળ કપાઇ ગયા અને અલ્લાહનો આભાર છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

Choose other languages: