Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #48 Translated in Gujarati

فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُمْ بَغْتَةً فَإِذَا هُمْ مُبْلِسُونَ
પછી જ્યારે તે લોકો તે વસ્તુને ભૂલી ગયા, જેની શિખામણ તેઓને આપવામાં આવતી હતી, તો અમે તેઓ પર દરેક વસ્તુના દરવાજા ફેલાવી દીધા, ત્યાં સુધી કે જ્યારે તે વસ્તુઓ પર, જે તેમને મળી હતી, તેઓ ખૂબ ઇતરાવા લાગ્યા, અમે તેઓને અચાનક પકડી લીધા, પછી તો તેઓ તદ્દન નિરાશ થઇ ગયા
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
પછી અત્યાચારીઓના મૂળ કપાઇ ગયા અને અલ્લાહનો આભાર છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُمْ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُمْ بِهِ ۗ انْظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ
તમે કહી દો કે, જણાવો ! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને જોવાની શક્તિને સંપૂર્ણપણે લઇ લે અને તમારા હૃદયો પર મહોર લગાવી દે, તો અલ્લાહ તઆલા સિવાય બીજો કોઇ પૂજ્ય છે કે એ તમને પરત આપી દે, તમે જૂઓ તો અમે કેવી રીતે પૂરાવાનું અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, તો પણ આ લોકો માનતા નથી
قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ
તમે કહી દો કે જણાવો ! જો તમારા પર અલ્લાહ તઆલાનો પ્રકોપ આવી પહોંચે, ભલેને અચાનક અથવા જાહેરમાં, તો શું અત્યાચારી સિવાય બીજા કોઇને નષ્ટ કરવામાં આવશે
وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنْذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
અને અમે પયગંબરોને ફક્ત તે કારણે મોકલીએ છીએ કે, તે ખુશખબર આપે અને સચેત કરે, પછી જે લોકો ઈમાન લઇ આવે અને સુધારો કરી લે, તે લોકોને કોઇ ભય નહીં હોય અને ન તો તેઓ નિરાશ થશે

Choose other languages: