Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #119 Translated in Gujarati

وَمَا يَفْعَلُوا مِنْ خَيْرٍ فَلَنْ يُكْفَرُوهُ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ
આ લોકો જે કંઇ પણ ભલાઇ કરે તેઓની નાકદરી કરવામાં નહી આવે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખુબ સારી રીતે જાણે છે
إِنَّ الَّذِينَ كَفَرُوا لَنْ تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ مِنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۚ هُمْ فِيهَا خَالِدُونَ
ઇન્કારીઓને તેઓનું ધન અને તેઓના સંતાન અલ્લાહ પાસે કંઇ કામ નહી આવે, આ તો જહન્નમી લોકો છે, તેમાં જ પડયા રહેશે
مَثَلُ مَا يُنْفِقُونَ فِي هَٰذِهِ الْحَيَاةِ الدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوا أَنْفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِنْ أَنْفُسَهُمْ يَظْلِمُونَ
આ ઇન્કારીઓ જે ખર્ચ કરે તેનું ઉદાહરણ આ રીતે છે કે એક ઝડપી હવા ચાલી જેમાં હિમ વરસે, જે અત્યાચારીઓના ખેતર ઉપર પડી અને તેને નષ્ટ કરી દીધું, અલ્લાહ તઆલાએ તેઓ પર અત્યાચાર નથી કર્યો, પરંતુ એ લોકો પોતે પોતાના જીવો પર અત્યાચાર કરતા હતા
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا بِطَانَةً مِنْ دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا مَا عَنِتُّمْ قَدْ بَدَتِ الْبَغْضَاءُ مِنْ أَفْوَاهِهِمْ وَمَا تُخْفِي صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ ۖ إِنْ كُنْتُمْ تَعْقِلُونَ
હે ઇમાનવાળાઓ ! તમે ઇમાનવાળા સિવાય બીજાને સાચા મિત્ર ન બનાવો (તમે તો) જોતા નથી, બીજા લોકો તમને ખતમ કરવામાં કોઇ કસર નથી છોડતા, તેઓ ઇચ્છે છે કે તમે દુંખી થાવ, તેઓની શત્રુતા તો તેઓની જબાન વડે જાહેર થઇ ગઇ છે અને જે તેઓના હૃદયોમાં છૂપું છે તે ઘણું જ વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું
هَا أَنْتُمْ أُولَاءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِالْكِتَابِ كُلِّهِ وَإِذَا لَقُوكُمْ قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا عَضُّوا عَلَيْكُمُ الْأَنَامِلَ مِنَ الْغَيْظِ ۚ قُلْ مُوتُوا بِغَيْظِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
જો બુધ્ધીશાળી હોય (તો ચિંતન કરો) હાઁ તમે તેઓથી મોહબ્બત કરો છો અને તે તમારાથી નથી કરતા, તમે સંપુર્ણ કિતાબનું અનુસરણ કરો છો (તેઓ અનુસરણ નથી કરતા, પછી મોહબ્બત કેવી ?) તેઓ તમારી સામે ઇમાનનો એકરાર કરે છે, પરંતુ એકાંતમાં ગુસ્સાના કારણે આંગળીઓ ચાવે છે, કહી દો કે તમારા ગુસ્સામાં જ મૃત્યુ પામો, અલ્લાહ તઆલા હૃદયોના ભેદોને ખુબ સારી રીતે જાણે છે

Choose other languages: