Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #83 Translated in Gujarati

قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ
તેમણે જવાબ આપ્યો કે તમે ખૂબ જાણો છો, અમને તમારી દીકરીઓ પર કોઈ અધિકાર નથી અને તમે અમારી ઇચ્છાને સારી રીતે જાણો છો
قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ
લૂત (અ.સ.)એ કહ્યું કે કદાચ મારામાં તમારી સાથે લડવાની શક્તિ હોત ! અથવા હું કોઈ મજબૂત સહારો લઇ શક્તો હોત
قَالُوا يَا لُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَنْ يَصِلُوا إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِنَ اللَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنْكُمْ أَحَدٌ إِلَّا امْرَأَتَكَ ۖ إِنَّهُ مُصِيبُهَا مَا أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ۚ أَلَيْسَ الصُّبْحُ بِقَرِيبٍ
હવે ફરિશ્તાઓએ કહ્યું કે હે લૂત (અ.સ.) અમે તમારા પાલનહાર તરફથી મોકલેલા છે, શક્ય નથી કે આ લોકો તમારી પાસે આવી પહોંચે, બસ તમે તમારા ઘરવાળાઓને લઇ પાછલી રાત્રે નીકળી જાવ, તમારા માંથી કોઈ પણ મોઢું ફેરવી ન જુએ, સિવાય તમારી પત્નીના, એટલા માટે કે તેને પણ તે (યાતના) પહોંચનારી છે જે તે બધાને પહોંચશે. નિ:શંક તેમના વચનનો સમય સવારનો છે, શું સવાર તદ્દન નજીક નથી
فَلَمَّا جَاءَ أَمْرُنَا جَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِنْ سِجِّيلٍ مَنْضُودٍ
પછી જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો અમે તે વસ્તીને ઊલટસલટ કરી દીધી, ઉપરનો ભાગ નીચે કરી દીધો અને તેમના પર કાંકરા વરસાવ્યા જે એક પછી એક હતા
مُسَوَّمَةً عِنْدَ رَبِّكَ ۖ وَمَا هِيَ مِنَ الظَّالِمِينَ بِبَعِيدٍ
તમારા પાલનહાર તરફથી નિશાનીવાળા હતા અને તે અત્યાચારીઓ પાસે જ હતા

Choose other languages: