Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #85 Translated in Gujarati

قَالُوا يَا لُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَنْ يَصِلُوا إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِنَ اللَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنْكُمْ أَحَدٌ إِلَّا امْرَأَتَكَ ۖ إِنَّهُ مُصِيبُهَا مَا أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ الصُّبْحُ ۚ أَلَيْسَ الصُّبْحُ بِقَرِيبٍ
હવે ફરિશ્તાઓએ કહ્યું કે હે લૂત (અ.સ.) અમે તમારા પાલનહાર તરફથી મોકલેલા છે, શક્ય નથી કે આ લોકો તમારી પાસે આવી પહોંચે, બસ તમે તમારા ઘરવાળાઓને લઇ પાછલી રાત્રે નીકળી જાવ, તમારા માંથી કોઈ પણ મોઢું ફેરવી ન જુએ, સિવાય તમારી પત્નીના, એટલા માટે કે તેને પણ તે (યાતના) પહોંચનારી છે જે તે બધાને પહોંચશે. નિ:શંક તેમના વચનનો સમય સવારનો છે, શું સવાર તદ્દન નજીક નથી
فَلَمَّا جَاءَ أَمْرُنَا جَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِنْ سِجِّيلٍ مَنْضُودٍ
પછી જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો અમે તે વસ્તીને ઊલટસલટ કરી દીધી, ઉપરનો ભાગ નીચે કરી દીધો અને તેમના પર કાંકરા વરસાવ્યા જે એક પછી એક હતા
مُسَوَّمَةً عِنْدَ رَبِّكَ ۖ وَمَا هِيَ مِنَ الظَّالِمِينَ بِبَعِيدٍ
તમારા પાલનહાર તરફથી નિશાનીવાળા હતા અને તે અત્યાચારીઓ પાસે જ હતા
وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ وَلَا تَنْقُصُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ ۚ إِنِّي أَرَاكُمْ بِخَيْرٍ وَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُحِيطٍ
અને અમે મદયનના લોકો તરફ તેમના ભાઇ શુઐબ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી અને તમે તોલમાપમાં પણ કમી ન કરો, હું તો તમને ખુશ જોઇ રહ્યો છું અને મને તમારા પર ઘેરી લેનાર પ્રકોપનો ભય છે
وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
હે મારી કોમના લોકો ! તોલમાપ ન્યાય સાથે પૂરેપૂરું કરો, લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો અને ધરતીમાં વિદ્રોહ અને બગાડ ન ફેલાવો

Choose other languages: