Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #28 Translated in Gujarati

مَثَلُ الْفَرِيقَيْنِ كَالْأَعْمَىٰ وَالْأَصَمِّ وَالْبَصِيرِ وَالسَّمِيعِ ۚ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ أَفَلَا تَذَكَّرُونَ
તે બન્ને જૂથનું ઉદાહરણ આંધળા-બહેરા અને જોનાર-સાંભળનાર જેવું છે, શું આ લોકો ઉદાહરણમાં સરખા છે ? શું તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા
وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُبِينٌ
નિ:શંક અમે નૂહ (અ.સ.)ને તેમની કોમ તરફ પયગંબર બનાવીને મોક્લ્યા, કે હું તમને સ્પષ્ટ રીતે સચેત કરી દેનારો છું
أَنْ لَا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ
કે તમે ફકત અલ્લાહની જ બંદગી કરો, મને તો તમારા માટે દુ:ખદાયી યાતનાના દિવસનો ભય છે
فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ مَا نَرَاكَ إِلَّا بَشَرًا مِثْلَنَا وَمَا نَرَاكَ اتَّبَعَكَ إِلَّا الَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِيَ الرَّأْيِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ بَلْ نَظُنُّكُمْ كَاذِبِينَ
તેમની કોમના ઇન્કાર કરનાર સરદારોએ જવાબ આપ્યો કે અમે તો તને અમારા જેવો એક મનુષ્ય જ જોઇ રહ્યા છે અને તારું અનુસરણ કરનારાઓને પણ અમે જોઇ રહ્યા છે કે તે લોકો સ્પષ્ટ રીતે નીચલા (હીન) લોકો સિવાય બીજા કોઈ નથી, જે સમજ્યા વગર (તમારું અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ અમારા ઉપર નથી જોઇ રહ્યા, પરંતુ અમે તો તમને જુઠા સમજી રહ્યા છીએ
قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِنْ كُنْتُ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّي وَآتَانِي رَحْمَةً مِنْ عِنْدِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنْتُمْ لَهَا كَارِهُونَ
નૂહ (અ.સ.)એ કહ્યું મારી કોમના લોકો ! મને જણાવો કે જો હું મારા પાલનહાર તરફથી કોઈ દલીલ પર છું અને મને તેણે પોતાની પાસેથી કોઈ કૃપા અર્પણ કરી હોય, પછી તેને તમે ન જોઇ, તો શું જબરદસ્તી હું તમારા ગળે નાંખી દઉં, જો કે તમે તેનાથી અળગા છો

Choose other languages: