Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #31 Translated in Gujarati

فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ مَا نَرَاكَ إِلَّا بَشَرًا مِثْلَنَا وَمَا نَرَاكَ اتَّبَعَكَ إِلَّا الَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِيَ الرَّأْيِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ بَلْ نَظُنُّكُمْ كَاذِبِينَ
તેમની કોમના ઇન્કાર કરનાર સરદારોએ જવાબ આપ્યો કે અમે તો તને અમારા જેવો એક મનુષ્ય જ જોઇ રહ્યા છે અને તારું અનુસરણ કરનારાઓને પણ અમે જોઇ રહ્યા છે કે તે લોકો સ્પષ્ટ રીતે નીચલા (હીન) લોકો સિવાય બીજા કોઈ નથી, જે સમજ્યા વગર (તમારું અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ અમારા ઉપર નથી જોઇ રહ્યા, પરંતુ અમે તો તમને જુઠા સમજી રહ્યા છીએ
قَالَ يَا قَوْمِ أَرَأَيْتُمْ إِنْ كُنْتُ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّي وَآتَانِي رَحْمَةً مِنْ عِنْدِهِ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنْتُمْ لَهَا كَارِهُونَ
નૂહ (અ.સ.)એ કહ્યું મારી કોમના લોકો ! મને જણાવો કે જો હું મારા પાલનહાર તરફથી કોઈ દલીલ પર છું અને મને તેણે પોતાની પાસેથી કોઈ કૃપા અર્પણ કરી હોય, પછી તેને તમે ન જોઇ, તો શું જબરદસ્તી હું તમારા ગળે નાંખી દઉં, જો કે તમે તેનાથી અળગા છો
وَيَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ مَالًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۚ وَمَا أَنَا بِطَارِدِ الَّذِينَ آمَنُوا ۚ إِنَّهُمْ مُلَاقُو رَبِّهِمْ وَلَٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ
મારી કોમના લોકો ! હું તમારી પાસે તેના પર કંઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે જ છે. ન હું ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી શકું છું, તેમને પોતાના પાલનહારને મળવું છે, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે બધા અજ્ઞાનતામાં પડ્યા છો
وَيَا قَوْمِ مَنْ يَنْصُرُنِي مِنَ اللَّهِ إِنْ طَرَدْتُهُمْ ۚ أَفَلَا تَذَكَّرُونَ
મારી કોમના લોકો ! જો હું તે ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી દઉં તો અલ્લાહની વિરૂદ્ધ મારી મદદ કોણ કરી શકે છે ? શું તમે કંઈ પણ શિખામણ પ્રાપ્ત નથી કરતા
وَلَا أَقُولُ لَكُمْ عِنْدِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ إِنِّي مَلَكٌ وَلَا أَقُولُ لِلَّذِينَ تَزْدَرِي أَعْيُنُكُمْ لَنْ يُؤْتِيَهُمُ اللَّهُ خَيْرًا ۖ اللَّهُ أَعْلَمُ بِمَا فِي أَنْفُسِهِمْ ۖ إِنِّي إِذًا لَمِنَ الظَّالِمِينَ
હું તમને એવું નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, હું અદૃશ્યનું જ્ઞાન પણ નથી રાખતો, ન હું એવું કહું છું કે હું કોઈ ફરિશ્તો છું, ન મારી એ વાત છે કે જેના પર તમારી દૃષ્ટિ અપમાનિત થઇ પડે છે. તેમને અલ્લાહ તઆલા કોઈ નેઅમત આપશે જ નહીં, તેમના હૃદયોમાં જે કંઈ પણ છે તેને ખૂબ સારી રીતે અલ્લાહ જ જાણે છે, જો હું આવું કહુ તો ખરેખર હું અત્યાચારીઓ માંથી થઇ જઇશ

Choose other languages: