Quran Apps in many lanuages:

Surah Hud Ayahs #13 Translated in Gujarati

وَلَئِنْ أَذَقْنَا الْإِنْسَانَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَاهَا مِنْهُ إِنَّهُ لَيَئُوسٌ كَفُورٌ
જો અમે માનવીને પોતાની કોઈ નેઅમતનો સ્વાદ ચખાડ્યા પછી તેને લઇ લઇએ તો તે ઘણો જ નિરાશ અને કૃતઘ્ની બની જાય છે
وَلَئِنْ أَذَقْنَاهُ نَعْمَاءَ بَعْدَ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ السَّيِّئَاتُ عَنِّي ۚ إِنَّهُ لَفَرِحٌ فَخُورٌ
અને જો અમે તેને કોઈ નેઅમતનો સ્વાદ ચખાડીએ તે તકલીફ પછી, જે તેને પહોંચી હતી, તો તે કહેવા લાગે છે કે બસ ! ખરાબીઓ મારાથી છેટી થવા લાગી, નિ:શંક તે ઘણો જ ઇતરાનારો, અહંકારી છે
إِلَّا الَّذِينَ صَبَرُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
સિવાય તે લોકો, જેઓ ધીરજ રાખે છે અને સત્કાર્ય કરતા રહે છે, તેમના માટે જ માફી પણ છે અને ઘણો જ સારો બદલો પણ
فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَىٰ إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَنْ يَقُولُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ كَنْزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ ۚ إِنَّمَا أَنْتَ نَذِيرٌ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
બસ ! કદાચ તમે આ વહીના કોઈ ભાગને છોડી દેવાના છો, જે તમારી તરફ અવતરિત કરવામાં આવે છે અને આનાથી તમારું હૃદય તંગ છે, ફકત તેમની એ વાતો પર કે તેના પર કોઈ ખજાનો કેમ ન આવ્યો, અથવા તેની સાથે કોઈ ફરિશ્તો આવતો, સાંભળી લો ! તમે તો ફકત સચેત કરનારા છો અને દરેક વસ્તુનો જવાબદાર અલ્લાહ તઆલા જ છે
أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِثْلِهِ مُفْتَرَيَاتٍ وَادْعُوا مَنِ اسْتَطَعْتُمْ مِنْ دُونِ اللَّهِ إِنْ كُنْتُمْ صَادِقِينَ
શું આ લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, જવાબ આપી દો કે તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો જો તમે સાચા હોવ

Choose other languages: